ખેડૂતોની દિવાળી સુધરી, ટેકાના ભાવમાં વધારો
નવી દિલ્હી, મોદી સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં રવી પાક પર MSPને વધારવાનો નિર્ણય કર્યો છે. રવી પાકની રોપણી શરૂ થયા પહેલા સરકારે સિઝનના મુખ્ય પાકના MSPમાં વૃદ્ધિની જાહેરાત કરી છે. ઘઉંના ટેકાના ભાવમાં 85 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા 1840 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે 2020-21 માટે વધીને 1925 રૂપિયા ક્વિન્ટલ કરી દેવાયો છે. જવના ટેકાના ભાવ 2019-20 માટે 1,440 રૂપિયા ક્વિન્ટલ છે જેમાં 85 રૂપિયાનો વધારો કરાયો છે. જે વધીને 1525 રૂપિયા ક્વિન્ટલ થઈ ગયો છે.
CSP દ્વારા રવી પાકની MSP પર વૃદ્ધિની ભલામણ કર્યા બાદ ઘણા સમયથી આની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે ઘઉંનુ MSP 1840 રૂપિયા, જવનું 1440 રૂપિયા, ચણાનું 4620 રૂપિયા, મસૂરનું 4475 રૂપિયા, સરસવનું 4200 રૂપિયા અને કેસરનું 4945 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.