ખેડૂતોનું આંદોલન આતંકવાદી ભંડોળથી ચાલી રહ્યું છે: ભાજપ સાંસદ

લખનૌ, કેન્દ્ર સરકારે કૃષિને લગતા ત્રણ કાયદાઓ પસાર કર્યા હતા, આ એ જ કાયદા છે જેની સામે ગયા વર્ષે નવેમ્બરથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. તો સાથે સાથે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવ્યા છે. હવે તેમાં એક નવું નામ ઉમેરાયું છે. તે નામ છે અક્ષયવર લાલ ગોંડ, બહરાઈચથી ભાજપના સાંસદ છે.
યોગી સરકારના સાડા ચાર વર્ષ પૂરા થવા પર બહરાઈચમાં આયોજિત કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતા સાંસદ અક્ષયવર લાલ ગોન્ડે બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ભાજપના સાંસદે રાકેશ ટિકૈતને ‘ડાકુ’ કહ્યા છે. એટલું જ નહીં સાંસદે કહ્યું કે ખેડૂતોનું આંદોલન આતંકવાદી ભંડોળથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે આંદોલનમાં કોઈ ખેડૂત નથી. આ રાજકીય પક્ષોના લોકો છે, જે શીખિસ્તાન અને પાકિસ્તાનથી પ્રેરિત છે. સાંસદે કહ્યું કે, જાે ખેડૂતો વિરોધ કરે તો અમને ખાદ્ય ચીજાે નહીં મળે.
ભોજન ઉપલબ્ધ ન થાય. સફરજન, દાડમ અને અનાજ ન મળે. તેમણે કહ્યું કે આંદોલન પાછળ વિદેશમાંથી આવતા આતંકવાદી ભંડોળ અંગે કોઈ શંકા નથી. તપાસ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. સાથે જ આ નિવેદન બાદ ભારતીય કિસાન યુનિયનના કાર્યકર્તાઓમાં રોષ છે.ખેડૂતોએ બીકેયુના જિલ્લા પ્રમુખ ઓમ પ્રકાશ વર્માના નિવાસસ્થાને સાંસદ સામે કેસ કરવાની માંગણી સાથે પ્રદર્શન કર્યું હતું. આ સાથે જાે માંગણી પૂરી ન થાય તો ટ્રાફિક જામ અને પ્રદર્શનની ચેતવણી આપવામાં આવી છે.HS