ખેડૂતોને કાયદાકીય મદદ માટે પંજાબ સરકારે ૭૦ વકીલ નિયુક્ત કર્યા

ચંડીગઢ, પંજાબના સીએમ અમરિંદર સિંહે કહ્યું કે પંજાબ સરકારે દિલ્હીમાં ૭૦ વકીલોને નિયુક્ત કર્યા છે જેથી ખેડૂતોને કાયદાકીય મદદ મળી શકે. અમરિંદરે રહ્યું કે તેમની સરકાર એક હેલ્પલાઈન નંબર ૧૧૨ની જાહેરાત કરી છે. જેના પર લોકોને ગણતંત્ર દિવસ ટ્રેક્ટર પરેડ બાદ ગુમ વ્યક્તિઓ વિશે રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે.
એક ટ્વીટમાં પંજાબના સીએમે કહ્યું કે પંજાબ સરકારે દિલ્હીમાં ૭૦ વકીલોની એક ટીમની વ્યવસ્થા કરી છે. જેથી દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ખેડૂતોને તાત્ત્કાલીક કાયદાકીય મદદ મળી શકે. હું વ્યક્તિગત રુપથી ગૃહ મંત્રાલયની સાથે ગુમ ખેડૂતોના મુદ્દાને ઉઠાવીશ અને આ લોકોની સુરક્ષિત ઘરે પહોંચાડવાનું સુનિશ્ચિત કરશે. મદદ માટે ૧૧૨ પર કોલ કરો.
સીએમે એમ પણ જણાવ્યું કે તેમના મંત્રીમંડળના સહયોગિઓએ સોમવારે આ મુદ્દા પર દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી. જાે કે આ દરમિયાન પણ પંજાબ કોંગ્રેસની અંદર મતભેદ અક વાર ફરી ખુલીને આવશે. કોંગ્રેસના નેતાઓની બે અલગ અલગ ટીમોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. એક ટીમમાં કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી, કેબિનેટ મંત્રી સુખજિંદર સિંહ રંધાવા શામિલ હતા. તો ત્યારે બીજી તરફ પાર્ટીના રાજ્યસભા સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ અલગથી ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. બન્ને ટીમએ શાહની સામે ગણતંત્ર દિવસ બાદથી ગુમ ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો.
આ મુલાકાતો બાદ પંજાબ સરકારે રાજ્યના ૧૨૦ લોકોની વિસ્તૃત યાદી જારી કરી છે જેમને ટ્રેક્ટર પરેડના દરમિયાન દાખલ વિભિન્ન મામલામાં દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. રંધાવા અને સરકારિયાએ પછીથી કહ્યું કે દિલ્હી પોલીસ દ્વારા ધડપકડ કરાયેલા લોકોની કાયદાકીય લડાઈ માટે પંજાબ સરકારે ૭૦ વકીલોની ટીમ બનાવી છે. જેમણે કામ શરુ કરી દીધ ું છે. તેમણે કહ્યું કે વકીલ ધરપકડ કરાયેલા વ્યક્તિ અને તેમના પરિવારજનોને મળવા અને વગર ફીએ તેમની કાયદાકીય લડાઈ લડશે.
રંધાવાએ કહ્યું કે તેમને સીએમએ દિલ્હી મોકલ્યા હતા. ૨ દિવસ પહેલા જ શાહ પાસે સમય માંગ્યો હતો. રંધાવાએ દાવો કર્યો છે કે ગુમ ખેડૂતોના મુદ્દા પર શાહે આશ્વાસન આપ્યું છે તે તે આ મામલામાં પુરી મદદ કરશે. ત્યારે એક ન્યૂઝ પેપરના જણાવ્યાનુંસાર બાજવાએ જણાવ્યું કે તેણે ૨ દિવસ પહેલા શાહ પાસે સમય માંગ્યો હતો અને અપોઈમેન્ટ પહેલાથી નક્કી હતી. બાજવાએ કહ્યું કે શાહે દરેક પ્રકારની મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે તેમજ તેમને આગ્રહ કર્યો છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ લોકો સાથે નરમાઈ વર્તવામાં આવે.HS