ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે શરૂ થયેલી “કિસાન સૂર્યોદય યોજના”નું બાળમરણ
રાત્રે ખેતી માટે વીજપુરવઠો આપવામાં આવતા ખેડૂતો રાત્રી ઉજાગરા કરવા મજબુર બન્યા છે રાત્રે આપવામાં આવતી વીજ પ્રવાહમાં પણ વીજકાપ મુકવામા આવી રહ્યો હોવાનું ખેડૂતો બૂમો પાડી રહ્યા છે
(પ્રતિનિધિ) બાયડ, ગુજરાતના ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારને મહત્વની યોજનાની એક વર્ષ અગાઉ શરૂઆત કરી હતી અરવલ્લી જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવા ન પડે તે માટે બાયડ ખાતે થી કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી
જેમાં રાત્રે ખેડૂતોને ખેતરમાં પિયત વેળાએ ઝેરી જીવંજતુઓ અને જંગલી જાનવરોનો ડર રહેતો હતો તેવી તમામ મુશ્કેલીઓનો અંત આવશેનું હુંકાર પૂર્વક જણાવ્યું હતું જાે કે ખેડૂતો માટે ખુલ્લી મુકવામાં આવેલી કિસાન સર્યોદય યોજનાનું બાળ મરણ થયું હોય તેમ દિવસેને બદલે રાત્રે વીજળી આપવામાં આવતી હોવાની સાથે વીજકાપ પણ મુકાતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે
એક વર્ષ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાયડ ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પ્રથમ તબક્કામાં ‘કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૪ ગામોમાં યોજનાનો લાભ મળે તે માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે.
કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશે, વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે હેરાન નહીં થવુ પડે. ખેડૂત રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી વધુ સમૃદ્ધ બનશે તેવું તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું ત્યારે હાલ અગમ્ય કારણોસર ખેતી માટે દિવસેના બદલે રાત્રે ખેડૂતોને વીજળી આપવામાં આવતા ખેડૂતોમાં કિસાન સૂર્યોદય યોજનાનું બાળ મરણ થયું હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે
રાત્રે ખેતી માટે વીજપુરવઠો આપવામાં આવતા ખેડૂતો રાત્રી ઉજાગરા કરવા મજબુર બન્યા છે રાત્રે આપવામાં આવતી વીજ પ્રવાહમાં પણ વીજકાપ મુકવામા આવી રહ્યો હોવાનું ખેડૂતો બૂમો પાડી રહ્યા છે