ખેડૂતોને બરબાદ કરી મોદી પોતાના દોસ્તોને ખેતી સોંપવા માંગે છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, કોરોના સંકટ અને ખેડૂત આંદોલનના મુદ્દે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં પોતાના વિચારો રજુ કર્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે, નવા કૃષિ કાયદા ખેડૂતોને બરબાદ કરી નાંખશે અને એટલુ હું આ કાયદાનો વિરોધ કરતો રહીંશ.હું ભાજપના પ્રમુખ જે પી નડ્ડાના સવાલોના જવાબ નહીં આપુ.હું અહીંયા ખેડૂતોના અને દેશના લોકોના સવાલોનો જવાબ આપવા માટે આવ્યો છું.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મોદી તબક્કાવાર દેશના ખેડૂતોને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે.તેઓ માત્ર ત્રણ કાયદા પર નહીં રોકાય પણ અંતે ખેડૂતોને ખતમ કરીને જ અટકશે.જેથી દેશની ખેતીને તેઓ પોતાના ત્રણ ચાર મિત્રોના હવાલે કરી શકે.ભલે આખો દેશ મારી વિરુધ્ધ થઈ જાય પણ સાચી વાત માટે હું લડતો રહીંશ.હું પીએમ મોદી કે ભાજપથી ડરતો નથી.આ લોકો મને હાથ નહીં લગાવી શકે પણ મને ગોળી મરાવી શકે છે.તેઓ ખેડૂતોને પણ થકવવા માંગે છે પણ ખેડૂતોને તેઓ મૂર્ખ નહી બનાવી શકે.
રાહુલ ગાંધી કોરોના વેક્સિન મામલે અને ચીન દ્વારા ભારતની સરહદમાં એક ગામડુ ઉભુ કરવાના મામલે પણ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે અને આજે તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ગઈકાલે પણ તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદી ખેડૂતોની મૂડી સાફ કરી રહ્યા છે અને પોતાના સૂટ બૂટ પહેરતા દોસ્તોના હજારો કરોડ રુપિયાના દેવા માફ કરી રહી છે.