ખેડૂતો બિલ્ડરના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ તેનો નિકાલ કરે છે, ગાંધીનગરના કમિશ્નર

ગાંધીનગર, ગાંધીનગરને લાંબા સમય બાદ અનોખી સુઝબુઝ ધરાવતા અને કર્મનિષ્ઠ કમિશ્નર મળ્યા છે. ગાંધીનગરના કમિશ્નર ધવલ પટેલ ગુડાના ટી પી વિસ્તાર કે કોર્પાેરેશનમાં સમાવિષ્ટ વિસ્તારમાં પોતાની ટીમ સાથે સ્થળ મુલાકાત લે છે. આ દરમિયાન ટી પી વિસ્તારમાં પહોંચીને ખેડૂતો તેમજ બિલ્ડરના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ તેનો નિકાલ કરે છે.
તેમની સાથે એન્જિનિયરની સાથે દબાણ, સર્વે અને ટાઉન પ્લાનીંગની ટીમ પણ હાજર હોય છે. તેમના આ પ્રેરણાદાયી અભિગમથી નાગરિકોમાં પણ સંતોષ સાથે હર્ષની લાગણી વ્યાપી છે. તેમની આ સ્માર્ટ કાર્યપદ્ધતિ હાલ ટોક ઓફ ધ ટાઉન છે.
ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશ્નર ધવલ પટેલ આગવી વહીવટી સુઝબુઝ સાથે ફુટવર્કથી કામ કરે છે. ચુડાના ટી પી વિસ્તાર કે કોર્પાેરેશનમાં સમાવિષ્ટ ગામોની મુલાકાત લઇ ખેડૂતો, બિલ્ડરો સહિતના રજુઆત કર્તાની મુશ્કેલી કે પ્રશ્નો સ્થળ પર જ નિકાલ કરે છે.
તેમની આ કામગીરીથી સાથી કર્મચારીઓ તેમજ ટી પી વિસ્તારના પ્લોટ ધારકો અને ખેડૂતો પણ સંતોષની લાગણી અનુભવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુડાના ટી પી વિસ્તારની રૂબરૂ સ્થળ મુલાકાત લઇ ખેડૂતો તેમજ બિલ્ડરોના પ્રશ્નોને પણ રૂબરૂ સાંભળી તેનો સ્થળ પર નિકાલ લાવવા પ્રયત્નશીલ રહે છે.
તેમની સાથે ટાઉન પ્લાનીંગ, એન્જિનિયરીંગ વીંગ, તેમજ દબાણ અને સર્વેની ટીમ પણ સ્થળ પર જ હાજર હોય છે. કમિશનર ધવલ પટેલ ટી પી વિસ્તારમાં લાંબા અંતર સુધી પગપાળા કરીને સર્વેને પ્રેમથી સાંભળી પ્રશ્ન સમજી સ્થળ પર નિકાલ લાવે છે. જેથી રજુઆત કર્તાને પણ કોઈ હેરાનગતિ થતી નથી.
ટી પી વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવાના કે દબાણ સહિતના પ્રશ્નો અંગે ધ્યાનથી સ્થિતિનું નિરિક્ષણ કરીને પ્રશ્નોનો નિકાલ કરે છે. ગઇકાલે પણ તેમણે ઝુંડાલ અને ખોરજ તેમ બે વિસ્તારની મુલાકાત લીધી હતી. સ્થાનિકોની રજુઆતોને સાંભળી હતી. સવારે ૯થી ૫ સુધી તેમની આ કામગીરી ચાલે છે.
ગુડા અને કોર્પાેરેશનમાં મહત્ત્વની વહીવટી જવાબદારી સંભાળતા ધવલ પટેલના આ અભિગમથી સ્થાનિકોમાં પણ સંતોષ સાથે હર્ષની લાગણી વ્યાપી છે. તેમની આ કાર્યપદ્ધતિ અન્ય ફેરફારો માટે પણ પ્રેરણાદાયી બની છે.