ખેડૂતો માટે સારા સમાચારઃ આ વખતે પણ ચોમાસુ સામાન્ય રહેવાની આશા

નવીદિલ્હી, એપ્રિલના પ્રારંભમાં જ ગરમીએ મે-જૂન જેવું તાંડવ દેખાડવાનું શરૂ કર્યું છે. ઉત્તર ભારત હાલ ભીષણ ગરમીની ચપેટમાં છે. રાજસ્થાનના અલવરમાં આજે મહત્તમ તાપમાન ૪૫.૮ ડિગ્રી નોંધાયું. દેશના બાકીના રાજ્યોમાં પણ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે.
હવામાન વિભાગ અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું. વાત કરીએ રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં પણ આજે દિવસનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું. લૂને કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે.
કોરોનાને પગલે બે વર્ષથી બંધ સ્કૂલોને પણ તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે. એવામાં નાના-નાના બાળકોને ભરબપોરે ઘરે પરત ફરવું પડી રહ્યું છે. આવનારા દિવસોમાં ગરમી વધવાની આગાહી છે કારણ કે મે-જૂનમાં ગરમી પોતાના ચરમે હોય છે. જાેકે જુલાઇથી હવામાન પલટાવા લાગે છે કારણ કે જૂનના અંત સુધી ચોમાસાનું આગમન થાય છે
અને જુલાઇના પહેલાથી બીજા સપ્તાહ સુધી વરસાદ શરૂ થઇ જાય છે. સ્કાયમેટ અનુસાર ૬ એપ્રિલ સુધી દિક્ષણ અંદમાન સાગરની ઉપર ચક્રાવાત બનવાની સંભાવના છે. જાે આમ થાય છે તો ૭ એપ્રિલ સુધી દિક્ષણ બંગાળની ખાડીની ઉપર લો પ્રેશર વાળો વિસ્તાર બની જશે. હવામાન વિભાગ અનુસાર આ વખતે ચોમાસુ નબળુ નહીં પણ સામાન્ય રહેશે.
કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની ઉપર નીનો બનેલ છે જે આવનારા દિવસોમાં ન્યુટ્રલ થઇ શકે છે. આ બન્નેને ચોમાસાની દૃષ્ટિએ સારો સંકેત માનવામાં આવે છે. હવામાન વિભાગ અનુસાર છેલ્લા બે વર્ષથી ચોમાસુ સામાન્ય રહ્યું છે તેથી આ વખતે પણ ચોમાસુ સામાન્ય રહેવાની આશા છે.
ખેડૂતો માટે આ દૃષ્ટિએ સારા સમાચાર છે કારણ કે ખરીફની ખેતી સમગ્ર દેશમાં ચોમાસા પર ર્નિભર કરે છે. ખેડૂતો ખરીફ પાક તરીકે મકાઇ, સોયાબીન અને તુવેરનું વાવેતર કરે છે જેને વધારે પાણીની જરૂર હોય છે અને તે કમી વરસાદથી જ દૂર થઇ શકે છે.