ખેડૂતો સાથે આજે થનારી છઠ્ઠા તબક્કાની બેઠક સ્થગિત કરાઈ
અમે ત્રણે કાયદાઓને રદ કરવા માંગીએ છીએ. વચ્ચેનો કોઈ રસ્તો નથી. શાહ સાથેની બેઠકમાં હાજર ૧૩ યુનિયનોએ કાયદાને રદ કરવાની માંગણી કરી અન્યની સાથે ચર્ચા કરીને અમે ફરીથી ચર્ચા સંબંધમાં ર્નિણય લઈશું.
નવી દિલ્હી: આજે ખેડૂતો દ્વારા આપેલા બંધના એલાનના દિવસે ૧૩ ખેડૂત નેતાઓ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં અમિત શાહેર લેખિત પ્રસ્તાવ આપવાની વાત કરી હતી. સરકાર કૃષિ કાયદાને પાછો નહીં લે તેવું અખિલ ખેડૂત સભાના મહાસચિવ હનન મુલાએ જણાવ્યું હતું. અને બુધવારે થનારી છઠ્ઠા તબક્કાની ખેડૂત અને અમિત શાહ સાથેની બેઠક પણ સ્થગિત રહ્યાની જાણકારી આપી હતી. અખિલ ભારતીય ખેડૂત સભાના મહાસચિવ હનન મુલાએ કહ્યું કે સરકાર કૃષિ કાયદો પરત લેવા માટે તૈયાર નથી.
ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે આજે અમિત શાહે લેખિત પ્રસ્તાવ આપવાની વાત કરી છે. સરકાર કાલે પ્રસ્તાવ આપશે. અમે પ્રસ્તાવ ઉપર વિચાર કરીશું. ખેડૂત નેતા હનન મુલાએ કહ્યું કે, ખેડૂતો અને સરકાર વચ્ચે કાલે બુધવારે કોઈ બેઠક નહીં થાય. એઆઈકેએસ નેતા અને માકપા પોલિત બ્યૂરોના સદસ્ય હનન મુલાએ કહ્યું કે અમિત શાહે તેમને કહ્યું કે સરકાર જે સંશોધન કરવા માંગે છે તે તેમને લેખિતમાં આપશે.
કૃષિ સુધાર કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે છઠ્ઠા તબકાની ચર્ચાના એક દિવસ પહેલા મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગતિરોધ સમાપ્ત કરવા માટે પ્રયત્નો અંતર્ગત ખેડૂતો નેતાઓના એક ગૃપ સાથે મુલાકાત કરીહતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૩ ખેડૂત નેતાઓને અમિત શાહ સાથે બેઠક કરવા માટે બોલાવાયા હતા.
બેઠક રાત્રે આઠ વાગે શરુ થઈ હતી. ખેડૂત નેતાઓમાં આઠ પંજાબના જ્યારે પાંચ દેશભરના અન્ય ખેડૂત સંગઠનો સાથે કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં હાજર નેતાઓમાં અખિલ ભારતીય ખેડૂત સભાના હન્નાન મોલ્લાહ અને ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈત પણ છે.
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કહ્યું કે ભારત બંધ થકી ખેડૂતો દ્વારા દેખાડવામાં આવેલી એક્તાએ દર્શાવ્યું છે કે કૃષિ કાયદો રદ કરવો જાેઈએ. તેમણે જણાવ્યું કે, ત્રણ કાયદાઓ ખેડૂત વિરોધી છે. હિતધારકો સાથે કોઈપણ ચર્ચા કર્યા વગર જ આ કાયદાઓ લાવવામાં આવ્યા છે. ત્રણ કૃષિ કાયદાઓના વિરોધ કરી રહેલા ખેડૂતોના આહ્વાન ઉપર પંજાબ, હરિયાણા અને રાજ્યોમાં મંગળવારે ભારત બંધનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે ભારત બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો. આ ઉપરાંત માલ વહન કરતા ટ્રાન્સ્પોટરોના પ્રમુખ સંગઠન ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે મંગળવારે કહ્યું કે ખેડૂતોના ભારત બંધનું તેમનું સમર્થન સફળ રહ્યું છે. સંગઠને કહ્યું કે, કામકાજ ઠપ રહેવાના કારણે માલ વહન ઉદ્યોગને ૨૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
એઆઈએમટીસી ૯૫ લાખ ટ્રકના પૈડાં થંભી ગયા હતા. ભારત બંધના એક દિવસ બાદ નવા કૃષિ કાયદા પર ખેડૂતો અને સરકાર વચ્ચે આજે થનારી છઠ્ઠા રાઉન્ડની વાતચીત ટળી છે. બંને પક્ષો વચ્ચે હવે ગુરુવારે વાતચીત થઈ શકે છે. આ બધા વચ્ચે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે ૧૪માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર હજુ પણ ધરણા ધરીને બેઠા છે. આ કારણે આજે પણ હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જાેડાયેલી દિલ્હીની બોર્ડરો બંધ રહેશે. કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન વચ્ચે મંગળવારે મોડી સાંજે મોટો વળાંક જાેવા મળ્યો. અચાનક કેન્દ્રીય મંત્રી અમિત શાહની સાથે ૧૩ ખેડૂત નેતાઓની બેઠકની ખબર આવી.
ખેડૂતનેતાઓમાંથી ૮ પંજાબથી હતા જ્યારે ૫ દેશભરના અન્ય ખેડૂત સંગઠનો સાથે જાેડાયેલા હતા. બેઠક રાતે આઠ વાગે શરૂ થઈ પરંતુ વાતચીતનું કોઈ પરિણામ આવી શક્યું નહીં. ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠકમાં ખેડૂત નેતાઓએ નવા કૃષિ કાયદા સંબંધિત પોતાની ચિંતાઓ અને સરકારના પક્ષ પર ચર્ચા કરી.
જ્યારે ખેડૂત નેતાઓ બેઠક પતાવી બહાર આવ્યા તો જે સૌથી મહત્વપૂર્ણ વાત સામે આવી તે મુજબ સરકાર નવા ૩ કૃષિ કાયદા પાછા ખેંચવા માટે તૈયાર નથી. ખેડૂતોની માગણી મુજબ સરકાર કાયદામાં સંશોધન માટે તૈયાર છે. સરકાર ખેડૂતોને આજે પોતાનો પ્રસ્તાવ મોકલશે. સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે ખેડૂત સંગઠનોની સિંઘુ બોર્ડર પર બેઠક થશે.
જેમાં આંદોલનની આગળની રણનીતિ ઉપર પણ ચર્ચા થશે. ૪૦ ખેડૂત સંગઠનોની બેઠક બાદ ખેડૂતો એ વાતનો ર્નિણય કરશે કે સરકાર સાથે આગળની વાર્તા થશે કે નહીં. નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી પર અડી રહેલા ખેડૂતોના વલણને જાેતા એ વાતની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે આગળની વાતચીત મુશ્કેલ બની શકે છે.
નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે વિપક્ષનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. કોરોના પ્રોટોકોલના કારણે વધુ સંખ્યામાં લોકોના જવા પર રોક છે. આથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર અને માકપ મહાસચિવ સીતારમ યેચુરી સહિત ૫ નેતાઓ રાષ્ટ્રપતિને મળશે.