Western Times News

Gujarati News

ખેડૂતો e-KYC તેમના મોબાઈલ દ્ધારા જાતે આધાર લિન્કડ કરી શકશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત e-KYC ફરજીયાત કરવા બાબત

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ખેતીવાડી શાખા, ખેડા જિલ્લા પંચાયત, નડિયાદની જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂતભાઈઓ/બહેનો જોગ અખબારી યાદી જણાવે છે કે ભારત સરકારશ્રી દ્ધારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકેલ છે.

આ યોજના હેઠળ તમામ ખેડૂતોને વાષિક રૂપિયા-૬૦૦૦/- (છ હજાર પુરા) ત્રણ સમાન હપ્તાથી ચૂકવવાનું નિયત કરેલ છે. હવેથી પી.એમ.કિસાન યોજનાના આગામી હપ્તાની ચૂકવણી માટે કેન્દ્ર સરકાર દ્ધારા આ યોજના હેઠળ ઈ.કે.વાય.સી ફરજીયાત કરેલ છે.

યોજનાનો લાભ લેતા તમામ ખેડૂતોના હપ્તાની ચૂકવણી આધારકાર્ડ સાથે લિંક બેંક ખાતામાં જ કરવાનું નક્કી કરેલ હોઈ, લાભ લેતા તમામ ખેડૂતોને જણાવવાનું કે, છેલ્લા ઘણા સમયથી આધાર ઈ.કે.વાય.સી., સી.એસ.સી સેન્ટર મારફત જ થતું હતું.

જે હવે ખેડૂતો પોતાના મોબાઈલ દ્ધારા પોતે જ આધાર લિન્કડ મોબાઈલ ઓ.ટી.પી. મારફત પણ કરી શકાશે. ઈ.કે.વાય.સી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૫/૨૦૨૨ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.