ખેડૂત આંદોલનથી નુકસાન સંદર્ભે ચાર રાજ્યોને નોટિસ

Files Photo
નવી દિલ્હી, રાષ્ટ્રિય માનવ અધિકાર પંચે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને યુપીની સરકારોને નોટિસ ફટકારીને ખેડૂતો દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે જાણકારી માગી છે. માનવ અધિકાર પંચે આ રાજ્યોને નોટિસ એટલા માટે આપી છે કે, પંચને ખેડૂત આંદોલનો સામે ઘણી ફરિયાદો મળી છે. આ ફરિયાદો પ્રમાણે આંદોલનના કારણે ૯૦૦૦થી વધારે નાની, મોટી કંપનીઓે નુકસાન થયુ છે.
ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર પડી છે અને તેનાથી બીમાર, વિકલાંગો અને સિનિયર સિટિઝન્સને ભારે નુકસાન થઈ રહ્યુ છે. આંદોલનના કારણે રાજ્યોની બોર્ડર પર લગાવાયેલા બેરિકેડથી પણ લોકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. માનવ અધિકાર પંચે ચાર રાજ્યોને નોટિસ આપીને જવાબ માંગ્યો છે.
એવો આરોપ છે કે, ખેડૂતો દ્વારા કોરોના પ્રોટોકોલનુ પણ ઉલ્લંઘન થઈ રહ્યુ છે. ખેડૂતો દ્વારા રસ્તાઓની થઈ રહેલી નાકબંધીના કારણે સ્થાનિક લોકોને પોતાના ઘરેથી બહાર નીકળવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે.SSS