ખેડૂત આંદોલનને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓએ આપ્યું સમર્થન
નવીદિલ્હી, દિલ્હીમાં ગત ૧૯ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે આ આંદોલનના સમર્થનમાં ઘણા બધા લોકો સામે આવી રહ્યા છે. પંજાબના ડીજીઆઇએ ખેડૂત આંદોનને સમર્થન આપવા રાજીનામું ધરી લીધું હતું, ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓએ ખેડૂતોને સમર્થન આપ્યું છે. જે અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓએ એક વીડિયો જાહેર કર્યો છે. જાે કે આ વીડિયોની પુષ્ટી કરાઇ રહી નથી.
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન કરતો એક વીડિયો ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓએ શેર કર્યો છે. જેમાં ભરતદાન ગઢવી જણાવે છે કે, ગુજરાતમાં ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં આવી રહ્યા છે, અટકાયત કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર પોલીસને આગળ કરી કેટલાને રોકશે? વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર ક્યાં સુધી ખેડૂતોની અટકાયત કરશે. આ સાથે જ તેમણે ગુજરાતના ખેડૂતોને દિલ્હી પહોંચવા હાંકલ કરી જણાવ્યું કે, દિલ્હી જનારા ખેડૂતોની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.HS