ખેડૂત આંદોલનમાં સામેલ યુવતી સાથે રેપ, ૪ ખેડૂત નેતાઓ પર FIR
ચંડીગઢ: હરિયાણા પોલીસે ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક યુવતી પર રેપની ઘટના અંગેનો મામલો નોંધ્યો છે.
યુવતીના પિતાનો આરોપ છે કે તેમની દીકરીની સાથે ૪ લોકોએ બળાત્કાર કર્યો છે. પિતાની ફરિયાદ પર સોશિયલ આર્મી ચલાવનાર અનૂપ અને અનિલ માલિક સહિત ૪ લોકો પર શહેર પોલીસે એફઆઈઆર નોંધી છે. આઈપીસીની કલમ ૩૬૫, ૩૪૨, ૩૫૪, ૩૭૬ અને ૧૨૦ બી અંતર્ગત ફરિયાદ નોંધાયી છે. પોલીસે આરોપીઓ પર સામૂહિક બળાત્કારની સાથે સાથે, અપહરણ, બ્લેકમેલિંગ, બંધક બનાવવા અને ધમકી આપ્યાની કલમો લગાવી કેસ ચલાવ્યો છે. પોલીસે હાલ ૪ ખેડૂત નેતાઓ અને ૨ આંદોલન સાથે જાેડાયેલી મહિલા વોલેન્ટિયર્સને આરોપી બનાવી છે. આ ઘટનાને લઈને ખેડૂત નેતાઓ સતત ઈનકાર કરી રહ્યા છે.
યુવતી ૧૧ એપ્રિલે આરોપીઓની સાથે પશ્ચિમ બંગાળથી દિલ્હી આવી હતી. અનિલ માલિક, અનૂપ સિંહ, અંકુશ સાંગવાન, જગદીશ બરાડ, કવિતા આર્ય અને યોગિતા સુહાગ પર કેસ દાખલ થયો છે. ગત એનેક દિવસોથી સંગઠનોના નેતાઓ દ્વારા આ મામલાને ઉઠાવવામાં આવી રહ્યો હતો. શનિવારે ટીકરી બોર્ડર પર સંયુક્ત મોર્ચાની મીટિંગ થઈ. આ મામલાની તપાસ માટે ડીએસીપીની આગેવાનીમાં ૨ ઈન્સપેક્ટર અને સાઈબર સેલે મળીને એક એસઆઈટીનું ગઠન કર્યુ છે. જલ્દી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ યુવતીનું કોરોનાથી મોત થયા બાદ ખેડૂતોએ શવ યાત્રા કાઢી હતી. જ્યારે કોરોના સંક્રમણથી મોત બાદ એક નિશ્ચિત ગાઈડલાઈનનું પાલન કરી અંતિમ સંસ્કાર કરી દીધુ હતુ. ખેડૂતોએ કોરોના સંક્રમિતનો શવ કાઢ્યો તો સંક્રમણનો પણ ડર બનેનો હતો. કોરોના કાળામાં આ ખેડૂત આંદોલન દરમિયાન થયેલી પહેલી મોત હતી.
તેવામાં હવે સવાલ એ છે કે એક તરફ દુષ્કર્મનો મામલો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ યુવતીના શવ પર અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો છે. તેવામાં પોલીસ માટે એ પડકાર હશે કે તે રેપનો આરોપ કેવી રીતે સાબિત કરશે. ઉલ્લેખનયી છે કે કોરોના સંક્રમિત દર્દીઓના મોત બાદ મેડિકલ નથી કરવામાં આવતા.