ખેડૂત આંદોલન: રાષ્ટ્રપતિ ભવન જઈ રહેલ માર્ચમાં પ્રિયંકા ગાંધીની અટકાયત

કૃષિ કાયદા પર કોંગ્રેસનું હલ્લાબોલ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. તો બીજી બાજુ માર્ચમાં સામેલ થયેલ પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ત્રણ નેતાઓ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસને માર્ચ નિકાળવાની પરમિશન આપવામાં આવી નહોતી. ત્યાર બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
અટકાયત કરવામાં આવતા પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે કરેલ વાતમાં જણાવ્યું હતું કે મોદી સરકાર પોતાની જીદ પર અડગ છે. આજે જે કોઈ સરકાર સામે સવાલ કરે છે તેમને દેશદ્રોહી ગણાવવામાં આવે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકારના મનમાં ખેડૂતો માટે કોઈ સન્માન નથી રહયું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કૃષિ કાયદાના મુદ્દે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ તેમને કેન્દ્ર સરકાર પર આક્રમકઃ પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ કાયદાઓથી ખેડૂતોને નુકશાન થવાનું છે. દેશ જોઈએ રહ્યો છે કે ખેડૂતો કાયદાના વિરોધમાં ઉભો છે. હું પ્રધાનમંત્રી મોદીને કહેવા માંગુ છું કે ખેડૂતો નહિ હટે જ્યાં સુધી કાયદાઓ પરત ખેંચવામાં નહિ આવે ત્યાં સુધી કોઈ પોતાના ઘરે પાછા નહિ જાય. રાહુલ ગાંધીએ જણાવ્યું કે સરકાર સંસદમાં સંયુક્ત સત્ર બોલાવે અને આ ત્રણેય કાયદાઓને તુરંત પ્રાપ્ત લે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ખેડૂતો દુઃખમાં અને દર્દમાં છે, કેટલાંક ખેડૂતોના મોત પણ થયા છે.