ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું, ૮ ડિસેમ્બરે ભારત બંધનું એલાન

નવી દિલ્લી, કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે ૯મો દિવસ છે. એક તરફ ખેડૂત આંદોલનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે સરકારની સાથે શનિવારે થનારી બેઠક પહેલાં ખેડૂતોએ આજે મોટી જાહેરાત કરી છે. ખેડૂત નેતાઓએ ૮ ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. તેમનું કહેવું છે કે હવે દિલ્હીના અન્ય રસ્તાઓ પણ બ્લોક કરીશું. ખેડૂતોની મીટિંગ પછી તેમના નેતા હરવિંદરસિંહ લખવાલે આ જાણકારી આપી. આ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. અરજકર્તાએ કહ્યું કે ખેડૂતોને દિલ્હીની સરહદમાં તાત્કાલિક હટાવવાના નિર્દેશ આપવામાં આવે કેમકે પ્રદર્શનકારીઓના કારણે કોરોનાનો ખતરો વધી શકે છે. પિટીશનરના વકીલ ઓમપ્રકાશ પરિહારે આ જાણકારી આપી હતી.
જાે કે આ અરજી પણ ક્યારે સુનાવણી થશે તે નક્કી થયું નથી. ખેડૂતોને આજે બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પણ સાથ મળી ગયો છે. મમતા બેનર્જીએ ઘણા ખેડૂત નેતાઓ સાથે ફોન પર વાત કરી છે અને તેમને કહ્યું કે, કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ તમારા આંદોલનમાં તૃણમૂલ પુરી રીતે તમારી સાથે છે.
ખેડૂત આંદોલન માટેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રૂડોના નિવેદન અંગે વિદેશ મંત્રાલયે સખત નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું કે, ભારતીય ખેડૂતો અંગે કેનેડાના નેતાઓના નિવેદન અમારા આંતરિક મામલામાં દખલગીરી છે, જેને ચલાવી લેવાશે નહીં. આવું જ રહેશે તો બન્ને દેશોના સંબંધને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. આ સાથે જ ભારતે કેનેડાના હાઈ કમિશનરને પણ બોલાવ્યા છે. ટ્રૂડોએ ગુરુનાનક જયંતીના દિવસે ભારતના પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી કહ્યું કે,સ્થિતિ ચિંતાજનક છે. તે હંમેશા શાંતિપૂર્ણ વિરોધના પક્ષમાં રહેશે.
ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે થયેલી વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, આંદોલન હવે અટકશે નહીં. ક્રાંતિકારી ખેડૂત યુનિયનના લીડર દર્શનપાલે આજે કહ્યું કે, કેન્દ્ર કાયદામાં અમુક સુધારા માટે રાજી છે, પણ અમે નહીં. અમે તેમને જણાવી દીધું કે, આખા કાયદામાં ખામી છે. અમે આવતીકાલે યોજાનારી મીટિંગ પહેલા આજે ચર્ચા કરીશું અને અમારી રણનીતિ તૈયાર કરીશું. સંગઠનો વચ્ચે બેઠક થઈ રહી છે.
કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ચોથા તબક્કાની વાતચીત ૭ કલાક સુધી ચાલી. બેઠક પછી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝને કંઈ નહીં થાય. તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. એક્ટની જાેગવાઈમાં ખેડૂતોને સુરક્ષા આપવામાં આવી છે.
જાેકે, ખેડૂતોએ કહ્યું કે, મુદ્દો માત્ર એમએસપીનો નથી, પણ કાયદો પૂરી રીતે પાછો લેવાનો છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું, માત્ર એક નહીં, પણ ઘણા મુદ્દાઓ પર વાતચીત થવી જાેઈએ. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે હવે પાંચમી વખત વાતચીત ૫ ડિસેમ્બરે થશે.
દરમિયાનમાં દેશમાં ચર્ચાનો વિષય બનેલો ખેડૂત આંદોલનનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી દાખલ કરી ખેડૂતોને દિલ્હીની સીમાઓ પરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂત આંદોલનને મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે આ પ્રદર્શનને લીધે કોવિડ-૧૯ના ફેલાવાનો ખતરો વધી ગયો છે અને લોકોને અવર-જવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પજડી રહ્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પ્રશાસનને દિલ્હી બોર્ડર ખોલવાના આદેશ આપવામાં આવે અને ખેડૂતોને નક્કી કરેલા સ્થાને કોવિડ ગાઇડલાઇન સાથે પ્રદર્શન કરવા ખસેડવામાં આવે. આંદોલનકારી ખેડૂતોના પ્રદર્શનને લીધે દિલ્હીમાં જરુરી અને ઇમરજન્સી ચિકિત્સા સેવાઓ પ્રભાવિત થઇ હોવાના મુદ્દો ઉઠાવતા અરજીકર્તાએ કહ્યુ કે સીએએનો વિરોધ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટે ર્નિણય સંભળાવ્યો હતો કે જાહેર સ્થળો પર પ્રદર્શનકારીઓ દ્વારા કબજાે કરી ન શકાય અને પ્રદર્શન માટે સ્થાન નક્કી હોવુ જાેઇએ. વિતેલા નવ દિવસથી લાખોની સંખ્યામાં પંજાબ, હરિયાણા સહિત કેટલાક રાજ્યોના ખેડૂતો દિલ્હીની અલગ-અલગ સીમાઓ પર કબજાે કરી કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.SSS