ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે બે દિવસીય કૃષિ મહોત્સવ ૨૦૨૦ને ખુલ્લો મુકતાં ઘારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ
ભરૂચ: ખેડૂત તાલીમ કેન્દ્ર તથા આત્મા પ્રોજેકટ ભરૂચના સંયુકત ઉપક્રમે બે દિવસીય કૃષિ મહોત્સવ-૨૦૨૦નું આયોજન રોજ ખેડૂત તાલીમ કેન્દ્ર – અયોધ્યાનગર સોસાયટી,પાણીની ટાંકી પાસે – ભરૂચ ખાતે આયોજન થતાં જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના વરદહસ્તે દિપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો.
કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદને ખુલ્લો મુકતા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને સંબોધતા જણાવ્યું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૦૫ થી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરેલ છે.કૃષિ મહોત્સવના માધ્યમથી વિતેલા વર્ષોમાં મેળવેલા સફળ પરિણામોની માહિતી આપી રાજ્યમાં કૃષિ મહોત્સવથી કૃષિ ઉત્પાદન અને કૃષિ વિકાસ દર સતત વધ્યો છે અને ખેડૂતો ધાર્યું ઉત્પાદન મેળવતાં થયા છે.તેમણે ખેતીમાં સર્વાંગી વિકાસ થાય તે માટે નવિન ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ જરૂરી હોવાનું જણાવી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.તેમણે ખેતીનું મહત્વ સમજાવી ખેડૂતોને આધુનિક ખેતીના માધ્યમ થી સમૃધ્ધિના માર્ગે આગળ વધ્યા છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મેળવવા તથા કૃષિલક્ષી યોજનાઓ વિશે જાણી તેનો મહત્તમ લાભ લેવા તે દિશામાં જાગૃત થવાની હિમાયત કરી હતી. ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા ખેતી સાથે પશુપાલન વ્યવસાય કરવાની પણ ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો.જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ જણાવ્યું કે ખેડૂત એ જગતનો તાત છે ખેડૂત ધરતીપૂત્ર છે ત્યારે આજનો ખેડૂત કઈ રીતે સધ્ધર થાય અને કૃષિ ક્ષેત્રે આર્થિક આવક કેવી રીતે વધુ મેળવે તે માટે કૃષિ મેળાના માધ્યમ થી ખેતીને લગતા વિષયો પર કૃષિ તજજ્ઞો દ્વારા જરૂરી માહિતી પુરી પાડવામાં આવે છે ત્યારે તેનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્થિત ખેડૂત ભાઇ- બહેનોને અનુરોધ કર્યો હતો.ખેડૂતોએ રાસાયણિક ખાતર,જંતુનાશક દવાઓનો ખેતીમાં ઉપયોગ ઘટાડી, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું જણાવી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે ફાયદારૂપ હોવાનું જણાવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભ પહેલા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ,જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજય,નાયબ ખેતી નિયામક (તાલીમ) પી.એસ.રાંક, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે.ભટૃ ઉપસ્થિત રહી કૃષિ વિષયક વિવિધ પ્રદર્શન સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.