ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત ગજવશેઃ પાલનપુર, બારડોલીમાં કિસાન સભા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Rakesh-Tikait.jpg)
અમદાવાદ: ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે.સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે.
રાકેશ ટિકૈત ૪ અને ૫ એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે જેમાં ટિકૈત ૪ એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.
ટિકૈત ઊંઝામાં ઉમિયા માતા મંદિરે પણ શિશ ઝુકાવશે અને ૫ એપ્રિલના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. રાકેશ ટિકૈત ૫ એપ્રિલના કરમસદ સરદાર સ્મારકની પણ મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલન પણ સંબોધશે