ખેડૂત પુત્રી વસીમા શેખ ડેપ્યુટી કલકેટર બન્યાં
હું પરીક્ષાની તૈયારી માટે કોઈ ક્લાસમાં જાેડાઈ નહોતીઃ વસીમા શેખ
(એજન્સી) મુંબઈ, ‘વ્યુહરચનાના રંગોથી પ્રારબ્ધ ચમકી ઉઠે છે. જ્યારે સખ્ત પરિશ્રમ હોય ત્યારે કુદરત પણ મદદ કરે છે’
કવિતાની આ પંક્તિઓ વસીમા શેખની યાત્રા માટે યથાર્થ ઠરે છે. જેમણે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી. અને ડેપ્યુટી કલકટરનું પ્રતિષ્ઠીત પદ મેળવ્યુ છે. વસીમાની આ સિધ્ધી તેમના સંઘર્ષ અને સખ્ત પરિશ્રમનું પરિણામ છે. તેમણે નાંદેડથી પાંચ કી.મી. દૂર આવલા જાષીસાખ ગામથી તેમની શૈક્ષણિક કારકીર્દીની શરૂઆત કરી હતી.
મરાઠી માધ્યમમાં અભ્યાસ કરી તેમણે ધો.૧૦માં ૯૦ ટકા અને ધો.૧ર વિનયન પ્રવાહમાં ૯પ ટકા ગુણ મેળવ્યા હતા. તેમના ગામમાં કોઈ કોલેજ ન હોવાથી તેમણે તેમા દાદા-દાદીના ગામમાં જવાનું નક્કી કર્યુ હતુ. અહીંથી તે એક કી.મી.ચાલીને અને બાકીની મુસાફરી બસમાં કરી કોલેજ પહોંચતા હતા. તેમના પિતાની માનસિક સ્થિતિ સારી નથી. જ્યારે તેમની માતા ખેતરમાં કામ કરે છે. વસીમા શેખે કહ્યુ હતુ કે ‘હું ચાર બહેનો અને બે ભાઈઓમાં ચોથા નંબરનું સંતાન છું. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મારા માટે શૈક્ષણિ કારકીર્દી બનાવવી મુશ્કેલ હતી.
શાળાકીય શિક્ષણ પૂરૂ કરી મે યશવંતરાવ ચોહાણ ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. વસીમાએ કહ્યુ હતુ કે મેં ઘરે સખ્ત મહેનત કરી વર્ગ-૧ ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી. અને સેલ્સ ટેક્ષ ઈન્સ્પેકટર તરીકે મને નિમણુંક આપવામાં આવી હતી. મને કાયમી સરકારી નોકરી મળી ગઈ હોવા છતાં મેં મહારાષ્ટ્ર પÂબ્લક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી ચાલુ રાખી હતી. આ માટે હું કોઈ ક્લાસમાં જાડાઈ નહોતી.