ખેડૂત મંચે સરકાર સામે બાયો ચઢાવી: કલેક્ટરને આવેદનપત્ર આપી ખેતીના પાણી માટે ચેકડેમ બનાવવા માંગ
ગુજરાતમાં જગતના તાતની દયનિય હાલત થઈ છે.એક પછી એક કુદરતી આફત હોય કે રાજ્ય સરકાર ની ખેડૂતો પ્રત્યેની ઢીલી નીતિ હોય આખરે તો ખેડૂતો ને મુશ્કેલ સ્થિતિનો સામનો કરવાની નોબત આવી છે,ખેડૂતો માટે બાર સાંધો ત્યાં તેર તૂટે એવો ઘાટ સર્જાયો છે
ત્યારે અરવલ્લી જિલ્લાના સંગઠનો પણ ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ બાંયો ચઢાવી છે.અરવલ્લી જિલ્લા ખેડુત એકતા મંચ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રાજ્ય સરકાર ઝડપથી માંગણીઓ સંતોષાય તે માટેની ખેડૂત આગેવાનોએ રજુઆત કરી હતી,ખેડૂતોના પ્રશ્નોના પ્રાણ પ્રશ્નોનો ગાંધીનગર બેઠેલા સરકારના પ્રતિનિધિઓ સુધી અવાજ પહોંચે તે માટે અરવલ્લી જિલ્લા એકતા મંચ દ્વારા કલેકટર આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.
અરવલ્લી જીલ્લા એકતા મંચના સદસ્યોએ જીલ્લા કલેકટર અમૃત્તેશ ઔરંગાબાદકર ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જીલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં પીવાના પાણીની ભારે તંગી રહેતા અને ખેતી માટે ભૂગર્ભ જળ ઊંચા આવે તે માટે નદી-નાળા પર ચેકડેમ બનાવવામાં આવેની માંગ વારંવાર કરવા છતાં માંગ નહિ
સંતોષાતા સાત ગામના લોકોએ રમાડ ગામે શ્રમદાન થકી ચેક બનાવતા રાજ્ય સરકાર અને વહીવટી તંત્રના માથે માછલાં ધોવાતાં જીલ્લા કલેક્ટર એમ.નાગરાજન અને પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે મોટી પાંડુલી થી નીલકંઠ તરફ જતી નદી પર સર્વે કરી પાંચ થી સાત જેટલા ચેકડેમ બાંધવાની હૈયાધારણા આપ્યા પછી કોઈ કામગીરી ન થતા ફરીથી શ્રમદાન થકી ચેક બનાવવા જઈ રહ્યા હોવાનું જણાવી સરકાર અંતરિયાળ વિસ્તારના પ્રજાજનોની લાગણી સમજી સત્વરે ન્યાય મળે તેવી માંગ કરી હતી
વધુમાં ભિલોડા ના વાંદીયોલ ગામ નજીક પસારથતી મેશ્વો નદીમાં ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ ખાબકતા બે કાંઠે વહેતા આજુબાજુના ગામોનો સંપર્ક વાંદીયોલ ગામથી તૂટી જતા આજુબાજુના ગામલોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે મેશ્વો નદી પર પુલ બનાવવા ગામલોકોએ અનેકવાર વિવિધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા છતાં પુલ બનાવવામાં ન આવતા સત્વરે મેશ્વો નદી પર પુલ બનાવવામાં આવે અને ભિલોડા તાલુકાના આદિવાસી વિસ્તારોમાંના કેટલાક ગ્રામ્ય વિસ્તારોને જોડાતા માર્ગો પર રીપેવરિંગ કરવામાં આવેની રજુઆત કરી હતી