Western Times News

Gujarati News

ખેતરમાંથી વિદેશી દારૂ સાથે ઈસમને ઝડપી પાડતી ચકલાસી પોલીસ

ઉતરસંડાના હરસિધ્ધી માતાની મંદીરની બાજુમા આવેલ ખેતરમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી ચકલાસી પોલીસ..

પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવા તેમજ અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ તેમજ પ્રોહી – જુગારની પ્રવૃત્તી સાથે સંકળાયેલ બુટલેગર્સની પ્રવૃત્તી ઉપર સતત વોચ રાખી રેઇડો કરવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ હોય અને ના પો.અધિ.સા  નડીયાદ વિભાગ નાઓએ તેમજ સર્કલ પો.ઇન્સ . સા . ડાકોર સર્કલ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ દરમ્યાન તા .૧૭ / ૦૫ / ૨૦૨૨ ના રોજ ચકલાસી પો.સ્ટેશન ના વી.એ.શાહ સી.પો.સબ.ઇન્સ . નાઓને બાતમી હકિકત મળેલ કે ઉત્તરસંડા જયપાપડ મુકામે રહેતો.

લીસ્ટેડ બુટલેગર્સ પ્રવિણભાઇ ઉર્ફે ગુગો શીવાભાઇ ડાભી ઉત્તરસંડા હરસિધ્ધી માતાની મંદીરની બાજુમાં ચરામાં આવેલ ખેતર માલીક મંજુલાબેન કનુભાઇ ગોકળભાઇ પરમાર નાઓનુ ખેતર ગીરો રાખી તે ખેતરમાં ભારતિય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ બહારથી મંગાવી વેચાણ કરે છે.

અને હાલમાં તેણે ખેતરમાં વિદેશી દારૂ ઉતરેલ છે જે બાતમી હકિકત આધારે વી.એ.શાહ સી પો.સબ.ઇન્સ . તથા સર્વેલન્સ સ્ટાફના પો . માણસો સાથે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા પ્રવિણભાઇ ઉર્ફે ગુગો શીવાભાઇ ડાભી રહે , ઉત્તરસંડા જયપાપડ ફેકટરીમાં તા – નડીયાદ જી – ખેડા નાઓ મળી આવેલ અને તેની પાસેથી એક અલટો ગાડી તથા એક મોબાઇલ ફોન ભારતિય બનાવટનો પરપ્રાંતિય વિદેશીદારૂ મળી આવેલ જે નીચેની વિગતે છે.

કાકા ક * કબજે કરેલ પ્રોહી મુદ્દામાલ

( ૧ ) એ.ડી.એસ. મુનવોલ્ક ઓરેન્જ વોડકા ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી ની કુલ બોટલો નંગ ૯૪ જે ૭૫૦ મી.લીની કંપની સીલબંધ હાલતમાં કુલ કિ.રૂ .૪૭૦૦૦ /

( ૨ ) મેકડોવેલ્સ નંબર ૧ સુપીરીયર વ્હિસ્કી ફોર સેલ ઇન હરીયાણાની કુલ બોટલો નંગ ૧૦ જે ૭૫૦ મી.લીની કંપની સીલબંધ હાલતમાં કુલ કિ.રૂ. ૫,૦૦૦ /

( ૩ ) ૫૦/૫૦ બ્લ્યુ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લીની કુલ બોટલો નંગ ૨૩ જે ૭૫૦ મી.લીની કંપની સીલબંધ હાલતમાં કુલ કિ.રૂ. ૧૧,૫૦૦ / આરોપીની વિગત

( ૧ ) પ્રવિણભાઇ ઉર્ફે ગુગો શીવાભાઇ ડાભી રહે . ઉત્તરસંડા જયપાપડ ફેકટરીમાં તા – નડીયાદ જી.ખેડા તેના ફાયદા સારૂ બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી જણાયેલ આમ , ભારતીય બનાવટનો પરપ્રાન્તીય વિદેશી દારૂ ગીરો રાખેલા ખેતરમાં ભારતિય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ મીલીની કુલ્લે બોટલ નંગ ૧૨૭ ની કિ.રૂ .૬૩,૫૦૦ / – તથા મોબાઇલ ફોન કી.રૂ ૫૦૦ / – તથા અલટો ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦ / – મળી કુલ્લે રૂ .૨,૬૪,૦૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા પ્રોહી મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ પ્રોહી ધારા હેઠળ ગુનો નોધી ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.