ખેતરમાં છોડવામાં આવેલા વીજ કરંટથી ત્રણનાં મોત
છોટાઉદેપુર, બીજા માટે ખોદેલો ખાડો ક્યારેક એ જ વ્યક્તિનો જીવ લઈ લે છે, જેણે ખાદો ખોદ્યો હોય. છોટાઉદેપુરના સંખેડામાં પણ કંઈક આવુ જ થયું. એક ખેડૂતે પોતાના ખેતરને ભૂંડથી બચાવવા માટે જે કરંટ છોડ્યો હતો, તેનાથી પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ખેતરની ફરતે વાડમાં છોડેલા કરંટથી પિતા-પુત્ર સહિત ત્રણને લોકો ઘટના સ્થળે જ મોત મળ્યું છે.
સંખેડાના પીપલસટ ગામે વીજ કરંટ લાગતા ત્રણના મોત નિપજ્યા છે. આ ધટનામા એક પિતા-પુત્રના મોત નિપજ્યા છે. તો બંનેના મૃતદેહોથી ૫૦૦ મીટર દૂર એક યુવકની લાશ મળી આવી હતી, જેના પગ ખેતરની તારમાં ફસાયેલા હતા. સંખેડા પોલીસે ત્રણેય મોત અંગે તપાસ શરૂ કરી હતી.
જેમાં માલૂમ પડ્યુ કે, પીપળસટ ગામના બારિયા રાજુભાઈ (ઉંમર વર્ષ ૪૭) ખેતરથી ગઈકાલે સમયસર ઘરે આવ્યા ન હતા. તેથી તેમનો પુત્ર સંજય તેમને શોધવા ખેતર પાસે ગયો હતો. થોડા કલાકો બાદ સંજય પણ પરત ફર્યો ન હતો. તેથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા ખેતરમાં રાજુભાઈ અને સંજય બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી.
જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને ૫૦૦ મીટર દૂર એક યુવકની લાશ મળી આવી હતી, જેના પગ ખેતરની તારમાં ફસાયેલા હતા. આ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ખેતરને ભૂંડોના ત્રાસથી બચાવવા માટે રાજુભાઈએ ખેતર ફરતે કરેલી તારની વાડમાં વીજ કરંટ છોડ્યો હતો. બાજુના ખેતરમાં આશરે ૩૦૦ મીટર દૂર ઓરડી આવેલ છે. ઓરડીમાંથી વાયર બહાર કાઢી ઝાટકાના તાર સાથે બાંધ્યો હતો. આમ, પોતાના જ ખેતરની વાડમાં મૂકેલ વીજ કરંટથી તેમનો જ જીવ ગયો હતો.SSS