ખેતરમાં પરાળી સળગાવાને હવે ગુનો નહીં ગણવામાં આવે
નવી દિલ્હી, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીએ કરેલી જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકારે ખેડૂતોની વધુ એક માંગણી પણ સ્વીકારી લીધી છે. આજે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યુ હતુ કે, ખેડૂતો હવે ખેતરમાં પરાળી સળગાવશે તો તેને ગુનો ગણવામાં નહીં આવે.
ખેડૂત સંગઠનો પરાળી સળગાવવાને ગુન નહીં ગણવા માટે કૃષિ મંત્રી સમક્ષ અગાઉ માંગ કરી ચુકયા છે ત્યારે કૃષિ મંત્રી તોમરે કહ્યુ હતુ કે, ભારત સરકારે આ માંગણી પણ સ્વીકારી લીધી છે.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, સરકારે જ્યારે નવા કૃષિ કાયદા રદ કરી દીધા છે ત્યારે આંદોલન ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી.હૂં ખેડૂતોને આંદોલન પૂરૂ કરીને ઘરે પાછા ફરવા માટે અપીલ કરુ છું.સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે નવા કાયદા રદ કરવા માટેનુ બિલ સરકાર રજૂ કરશે.
તેમણે કહ્યુ હતુ કે, એમએસપી સહિતના મુદ્દાઓ પર વિચાર કરવા માટે પીએમ મોદીએ એક સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.આ કમિટિમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ પણ હશે.SSS