ખેતરમાં પાણી આપવાનો સંદેશ મોબાઈલ આપશે !
આજે કૃષિના વિજ્ઞાનની વધુ વાતો ભાગ ૯માં આગળ વાંચો મિત્રો કમાલ તો ત્યારે હશે જયારે આપણા ખીચામાં રહેલા મોબાઈલ આપણને સંદેશો આપશે કે કાલે વહેલી સવારે ૪ ને ર૦ મિનિટે તમારા ખેતરમાં ઝાકળ પડશે. ઝાકળ પડ્યા પછી બીજા દિવસે તમારી મરચીમાં એન્થ્રેકનોઝનો ચેપ લાગશે ! તમારા ખેતરમાં છાંટવા ફલાણી ફલાણી દવા લાવી રાખશો અને ચોથા દિવસે ડ્રોનમાં ભરી દેજો એટલે ડ્રોન ઘાટો છંટકાવ કરશે. બોલો હવામાન સાથે તમારી ખેતીને આ એઆઈ દ્વારા એટલો બધો લાભ થશે કે પાકના રોગો અને જીવાત સામે નિયંત્રણ લેવાનું સહેલું થઈ જશે એટલે કે પાણી પહેલા પાળ બંધાશે એટલે તમે નોંધાવેલ પાકનું ઉત્પાદન પણ વધશે.
આ વાત તમારા મિત્રો સુરેશ, મગન અને વિનુ કહેશો તો તે નાચવા લાગશે અને ગાવા લાગશે, દુઃખ ભરે દિન બીતે રે ભૈયા.આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે ખેતીમાં કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીએ છીએ. આપણે બધા ફેક સમાચારો અને ન્યુઝ ચેનલના પ્રભાવ હેઠળ એટલા બધા તો દબાઈ ગયા છીએ કે આપણને એક કલ્પના જ નથી કરી શકતા કે ઘણા વૈશ્વિક પ્રશ્નોના ઉકેલ મળી ચૂકયા છે, શું તમને ખબર છે કે ગ્લોબલ વો‹મગ, ઉર્જાની કટોકટી, શુદ્ધ પીવાના પાણીની અછત, નબળી સ્વાસ્થ્ય- સેવાઓ, ગુણવત્તા વિહીન શિક્ષણના ઉકેલ મળી ગયા છે !
પીટર ડિયામેન્ડીસ નામના માણસે Xprize Foundationની સ્થાપના કરી છે જેનો ઉદ્દેશ ટેકનોલોજીની મદદથી વૈશ્વિક પ્રશ્રો ઉકેલવાનો છે. જેના પરિણામે એવી ટેકનોલોજી મળે કે જેથી જે તે વૈશ્વિક પ્રશ્રનો ઉકેલ મળે. ઉપરની જણાવેલી સમસ્યાના ઉકેલ કેવી રીતે મળ્યા તેની વાત હવે પછી એક પછી એક રાજ હું કરીશ એટલે મારી કોલમ વાંચવાનું ચુકતા નહી. ઈલોન મસ્ક નામના પ્રખ્યાત ઉદ્યોગપતિ વિશે તમે જાણતા હશો તેની મદદથી એકસપ્રાઈઝ સંસ્થાએ એક સ્પર્ધાની જાહેરાત કરી એને કીધું કે જો કોઈપણ વ્યક્તિ કંપની પ્રદુષિત હવામાંથી કાર્બન છુટો પાડી શકે એવું કોઈ યંત્ર / ટેકનોલોજી બનાવી શકે તો અમે એને ૧૦૦ મિલિયન ડોલરનું ઈનામ આપીશું !
આ ઈનામ દુનિયાનું સૌથી મોટું ઈનામ છે. આ સ્પર્ધામાં કુલ ૧૧૩ર ટીમે ભાગ લીધો. ભારત સહિત કેટલીય ટીમોને અલગ અલગ કેટેગરીમાં ઈનામો મળ્યા અને અત્યારે કાર્બન-રીમુવલ ટેકનોલોજી તેના પાઈલટ પ્રોજેકટ હેઠળ છે. બહુ ઝડપથી આ ટેકનોલોજી દરેક શહેરોમાં, નગરપાલિકા અને સ્વૈÂચ્છક સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવશે અને આપણે ફરી શુદ્ધ હવાનું સેવન કરી શકીશું. વળી કાર્બનનો જે જથ્થો આ મશીનમાં એકઠો થાય તેમાંથી વસ્તુઓ પણ બનાવી શકાશે. આપણી પૃથ્વી જે ગરમ થઈ છે એ ધીમે ધીમે નોર્મલ થશે. આપણી ખેતીમાં રોગ જીવાત ઓછા લાગશે અને આપણી ખેતી પણ સારી થશે માટે ખેતીમાં લગે રહો એવું હવે તમને લાગતું હશે ? આવતા અંકે હવામાંથી પાણી બનાવતા યંત્રની વાત કૃષિ એન વિજ્ઞાન ભાગ ૧૦માં જોઈશું.