ખેતા તળાવ ખાતે ‘નમામિ દેવી નર્મદે’ ઉત્સવની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) નડિયાદ, ગુજરાતની જીવાદોર માં નર્મદાના નીર સરદાર સરોવર ડેમ ખાતે ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા નડિયાદ ખેતા તળાવ ખાતે “નમામિ દેવી નર્મદે” ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ઈપ્કોવાલા હોલ ખાતે તેમના જીવન પ્રસંગને દર્શાવતું “નમો એકઝીબીશન” ખુલ્લું મુકયું હતું અને આંગણવાડીની બહેનોને મોબાઈલ વિતરણ અને સફાઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજયના મુખ્ય દંડક પંકજ દેસાઈ ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ ખેડા કલેકટર સુધીર પટેલ, અધિક કલેકટર રમેશ મેરજા, ખેડા જિલ્લા એસ.પી. દિવ્ય મિશ્રા, ડી.ડી.ઓ. ગાર્ગીબેન, જીલ્લા અને શહેર સંગઠનના પદાધિકારીઓ, નગરપાલીકાના અધિકારીઓ, કાઉÂન્સલર મિત્રો, કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.*