ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ઉંઝા દ્વારા આયોજીત પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ઉંઝા દ્વારા આયોજીત પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વર્ચુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું
દેશના પ્રધાનમંત્રીશ્રીએ સહકારીતા પ્રધ્ધતિથી થકી રાષ્ટ્રનો વિકાસ થાય તે દિશામાં પ્રેરણાદાયી પગલું ભરી સહકાર વિભાગની શરૂઆત કરી ખેડુતોના કલ્યાણ માટે સહકારીતા થકી સહકારી સંસ્થાઓ કાર્ય કરે છે.
રાજ્યમાં સહકાર અને સહકારીતાની ઉજજ્વળ પરંપરા અમુલ જેવું ઉંઝા એ.પી.એમ.સીનું યોગદાન રહેલું છે જે ગુજરાતને ગૌરવ લઇ શકાય તેવી સંસ્થા છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉંઝા ખાતેના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી ખેડુતોને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ઉંઝા બજાર સમિતિ સૌથી જુની ૧૯૫૪ થી ખેડુતોના હિતો માટે કાર્યરત છે.તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ સહકારીતા પ્રધ્ધતિથી થકી રાષ્ટ્રનો વિકાસ થાય તે દિશામાં પ્રેરણાદાયી પગલું ભરી સહકાર વિભાગની શરૂઆત કરી છે.તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં અમુલ,ઉંઝા બજાર સમિતિ સહિત સહકારી સંસ્થાઓ દેશને દિશા દર્શન કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સહકાર એ સરકાર,સહકાર અને નાગરિકોનો સમનવ્ય છે. ખેડુતોના કલ્યાણ માટે સહકારીતા થકી સહકારી સંસ્થાઓ કાર્ય કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉંઝા બજાર સમિતિ દ્વારા પાક સહાય ચેક આપી ખેડુતો પ્રતિ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ સંસ્થા દ્વારા અકસ્માત વીમા યોજના,ટ્રી ગાર્ડ,કોવિડ માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવાની થઇ રહેલ કામગીરીની પ્રશંસા કરી હતી
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડુતોની તેની ઉપજના ભાવ મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રીશ્રીએ ખેડુતોની આવક બમણી કરવાની કલ્પના કરી છે.સરકાર દ્વારા ખેડુતોને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ અમલમાં બનાવાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે ભુતકાળમાં ખેત ધિરાણના ૧૮ ટકા વ્યાજ ખેડુતો પાસે લેવામાં આવતું હતું આજે શૂન્ય ટકાએ રાજ્યના ૧૭ લાખ ખેડુતનો ધિરાણ આપી વ્યાજની ચુંગાલમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા કરાયું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ખેડુતોનું હિત હૈયે લઇને ૧૭ હજાર કરોડ રૂપિયાની ટેકના ભાવથી ૩૮ લાખ ખેડુતોના ૩૨ લાખ ટન ખેત ઉત્પાદનોની ખરીદી કરાઇ છે.રાજ્ય સરકારે ૧૯૯૫ થી કૃષી વીજભારમાં એકપણ પૈસૌના વધારો કર્યો નથી જેનાથી ખેડુત સમૃધ્ધ બન્યો છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતું કે ખેડુતોના હિત માટે કમોસમી વરસાદમાં ૨૦૧૯માં ૩૭૯૫ કરોડ,૨૦૨૦માં ૩૭૦૦ કરોડ અને તાઉતે વાવાઝોડામાં ત્રણ અસરગ્રસ્ત જિલ્લાઓના નાગરિકો માટે ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે જગતનો તાત ખરા અર્થમાં તાત બની રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સાત પગલાં ખેડુત કલ્યાણના,કિસાન સુર્યોદય યોજના સહિત અનેક વિધ યોજનાઓ થકી ખેડુત સમૃધ્ધ થયો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતું કે કોરોનાની મહામારીમાં ગુજરાર સરકારે શ્રમજીવીઓની ચિંતા કરી વ્યપાર ધંધા ચાલુ રાખ્યા હતા.લોકડાઉન આપ્યા વિના આપણે બીજી વેવને કંટ્રોલ કરી શક્યા છીએ તેમ જણાવી ત્રીજી વેવ માટે પણ સરકારે તૈયારીઓ પુર્ણ કરી છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે બીજી વેવ પહેલા ૭૦ મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થતો હતો પરંતુ બીજી વેવના પીક સમયે ઓક્સિજનનો વપરાશ ૧૨૦૦ મેટ્રિક ટન થયો હોવા છતાં સરકારની પ્રતિબધ્ધાને પગલે ઓક્સિજને અભાવને એક પણ નાગરિકનું અવસાન થયું નથી.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં ૪૫ હજાર ઓક્સિજન બેડ હતા જે વધારીને ૦૧ લાખ પથારી કરી છે. ૦૮ લાખ નાગરિકો કોરોનાથી મુક્ત થઇ સ્વસ્થ થયા છે.કોરોનામાં અનાથ થયેલ બાળકો સાથે સંવદેના રાખી માસિક રૂપિયા ૪ હજાર આપવાની પણ શરૂઆત કરાઇ છે.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ઉંઝા એ.પી.એમ.સી એ અન્ય માટે માર્ગદર્શન રૂપ છે. આ બજાર સમિતિની કામગીરી ઉદાહરણરૂપ છે., તેમણે જણાવ્યું હતું કે ખેડુતો માટે અને ખેડુતોની ઉન્નતિ થાય તે માટે ઉંઝા બજાર સમિતિની આ કાર્ય આવકારદાયક છે.
ઉંઝા તાલુકામાંથી જીરૂ-વરીયાળી અને ઇસબગુલ જેવા પાકો લુપ્ત થતા જાય છે.ખેડુતો જીરૂ અને ઇસબગુલ પાકોનું વાવેતર કરતા પ્રેરાય તે માટે એ.પી.એમ.સી ઉંઝા દ્વારા ૦૧ એકરની મર્યાદામાં રૂપિયા ૪૮૦૦ની સહાય યોજના અમલમાં મુકી છે.જે ચેક સહાય કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વર્ચુઅલ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૩૩ ગામના ૨,૨૮૯ લાભાર્થીઓને રૂ.૮૬.૯૭ લાખની સહાય મંચ પરથી આપવામાં આવી હતી
આ ઉપરાંત વૃક્ષોની વાવેતર થાય તે દિશામાં એ.પી.એમ.સી દ્વારા વિવિધ સંસ્થાઓને તાલુકામાં ૧૦૦૦ ટ્રી ગાર્ડ આપાવનો નિર્ણય કર્યો છે જેના ભાગ રૂપે પ્રતિક સ્વરૂપે સંસ્થાને ટ્રી ગાર્ડ એનાયત કરાયું હતું.
સહકારી સંસ્થા બજાર સમિતિ ઉંઝા દ્વારા સામાજિક સંવેદનના ભાગ રૂપે આગામી સમયમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગ રૂપે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવાભાવી સંસ્થાઓને આપવામાં આવ્યા હતા
ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ઉંઝા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો આશાબેન પટેલ, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ, સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી,અગ્રણી જશુભાઇ પટેલ,કે.સી પટેલ, કૌશલ્યા કુંવરબા પરમાર,એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ પટેલ સહિત ખેડુતો તેમજ એ.પી.એમ.સીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.