Western Times News

Gujarati News

ખેતી કાર્યો દરમિયાન ખેડૂતોએ હીટવેવ (લૂ) સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી

ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા હીટવેવ (લૂ) સામે સાવચેતી રાખવા માટે એડવાઈઝરી જાહેર કરી

મગફળીકેળઉનાળુ મગઉનાળુ ડાંગરઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો

ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્રદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતઉત્તર ગુજરાતના મગફળીકેળઉનાળુ મગઉનાળુ ડાંગરઉનાળુ શાકભાજીઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે.

આ એડવાઈઝરીમાં જણાવાયું છે કેહીટવેવ દરમિયાન ખેતરમાં ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. મગફળીમગઅડદબાજરીજુવારતલ વગેરે પાકમા વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવાં માટે પાકનાં અવશેષોપોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. પિયત માટે બની શકે તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું. બપોરના કલાકો દરમ્યાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી. શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ કરવી.

વધુમાં જણાવાયું છે કેવાવણી કરેલ પાકોમાં આંતરખેડ તથા નિંદામણ કરવુઆગામી દિવસોમાં દિવસના તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના હોઈ તથા જમીનના પ્રત ધ્યાનમાં લઈ જરૂરીયાત મુજબ પિયત આપવુ. રોગ કે જિવાતનો ઉપદ્રવ જણાય તોખુલ્લા હવામાન દરમ્યાન ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલા લેવા. તાપમાનમાં વધારો થવાથી ભીંડામાં પાન કથિરીના નિયંત્રણ માટે ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિલી અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૮ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો.

આ ઉપરાંત તાપમાનમાં વધારો થવાથી રીંગણમાં પાન કથિરીના નિયંત્રણ માટે પ્રોપાર્ગાઇટ ૫૭ ઇસી ૨૦  મિલી અથવા ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિલી અથવા ઇટોક્ષા સોઝેલ ૧૦ એસ સી ૮ મિલી અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૮ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો. કેળાદાડમલીંબુઆંબાના બગીચામા યોગ્ય ભેજ જાળવવા તથા તાપની અસર ના થાય તે માટે સાંજ અથવા સવારના સમયે ટૂંકા અંતરે હળવું પિયત આપવું તથા પાક અવશેષોનું આવરણ કરવુતેમ વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.