Western Times News

Gujarati News

ખેરોજ પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધાયો

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ તથા અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય માંડલીક સાહેબ નાઓની પ્રોહિબિશનની પ્રવૃતિને નાબૂદ કરવા આપેલ સુચના અન્વયે ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી બી.સી.બારોટ ઈડર વિભાગ ના માર્ગદર્શન હેઠળ તારીખ 14 -10 -20ના રોજ ચેકીંગમાં હતા.

ખેરોજ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે એમ વાઘેલા સાહેબ સ્ટાફના માણસો બાબુભાઈ વાલજીભાઈ,  રાકેશ કુમાર મનુભાઈ કિરણકુમાર લાલજીભાઈ, રાકેશ કુમાર મનુભાઈ, દીપકકુમાર બચુભાઈ વિગેરે ખેરોજ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા ત્યારે લાંબડીયા તરફથી એક હોન્ડા સિટી ગાડી પુર ઝડપે આવતા સદરી ગાડી ને ઉભી લખાવવા હાથથી ઈશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી ન રાખતા ગાડીનો પીછો કરતા હતા.

તે ગાડી ચાલકે બાવળ કાંઠીયા તરફ દોડાવી  ગાડી રોડની સાઈડમાં ઉતારી દઈ નજીક આવેલ ગીચ જંગલ નો લાભ લઇ નાસી ગયેલ અને honda city ગાડી નંબર એમ એચ -04-બી.એસ.-3069 ની અંદર તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી કુલ બોટલ 752 કિંમત રૂપિયા 1,17,600 તથા  હોન્ડા સિટી ગાડી ની કિંમત રૂપિયા બે લાખ મળી કુલ રુ. 3, 17,600 નો મુદ્દામાલ મળી આવતા ખેરોજ પોલીસ સ્ટેશને પ્રોહીબીશન એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.