Western Times News

Gujarati News

ખેલાડી ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ બોલ્ડ અને બ્યૂટીફૂલ

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ સામે પોતાની ડેબ્યુ મેચમાં તોફાની બેટિંગથી ભારતને જીત અપાવનારા ઈશાન કિશનનું નામ ઘણા સમયથી મોડલ અદિતિ હુડિયા સાથે જાેડવામાં આવી રહ્યું છે. ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે પોતાની ડેબ્યુ મેચમાં જ અર્ધસદી ફટકારીને ટીમ ઈન્ડિયાને બીજી ટી-૨૦માં જીત અપનાવાર ઈશાન કિશનનું નામ ઘણા સમયથી મોડલ અદિતિ હુંડિયા સાથે જાડાયેલું છે.

અદિતિ પણ અવારનવાર ઈશાન કિશનના વખાણ કરતી જાેવા મળી છે. ઈંગ્લેન્ડ સામે બીજી ટી-૨૦ મેચથી ડેબ્યુ કરનારા ઈશાનને અદિતિએ ખાસ અંદાજમાં શુભેચ્છા આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે મુબારક હો મેરે ક્યૂટી. ૧૫ જાન્યુઆરી ૧૯૯૭માં રાજસ્થાનના જયપુરમાં જન્મેલી અદિતિ ૨૦૧૯ની આઈપીએલ ફાઈનલ દરમિયાન ચર્ચામાં આવી.

જ્યારે મુંબઈએ ચેન્નઈને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તેના પછી ઈશાનનુ નામ અદિતિ સાથે જાેડાવા લાગ્યું. અદિતિએ પોતાની મોડલિંગ કારકિર્દીની શરૂઆત ૨૦૧૬માં એલિટ મિસ રાજસ્થાનથી કરી હતી. જેમાં તે રનર અપ રહી હતી. તેના પછી તેણે ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાનનું ટાઈટલ પોતાના નામે કર્યું. તે વર્ષે તે ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૭માં ટોપ-૧૫માં રહી. અદિતિએ ૨૦૧૮માં મિસ સુપર નેચરલનું ટાઈટલ જીત્યું. તેના પછી તેને મિસ યુનિવર્સ ૨૦૧૮ પેઝેન્ટમાં ભાગ લેવાની તક મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.