ખેલાડી મહેનતથી આગળ વધે, કોઈને ધક્કો મારીને નહીં
હાર્દિક પંડ્યાએ બરોડા ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ સાથે ક્રિકેટની કેરિયરના શરુઆતના દિવસોને વાગોળ્યા
નવી દિલ્હી, ભારતીય ટીમના હાર્દિક પંડયાએ ભારતનાં ખેલાડીઓની સિદ્ધિ પાછળ કારણ શું છે ? તે વિશે બરોડા ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ સાથે ચર્ચા કરી. હાર્દિક પંડ્યાએ ખુલાસો કરતા કહ્યું કે વિરાટ કોહલીએ ક્રિકેટમાં સફળતાનો મંત્ર પણ આપ્યો. વિરાટ કોહલીએ હાર્દિક પંડયાએ સલાહ આપતા કહ્યું ખેલાડીએ મહેનત કરીને જ નંબર ૧ બનવું જાઈએ, કોઈને ધક્કો મારીને નહીં. તાજેતરમાં હાર્દિક પંડયાએ બરોડા ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ સાથે વાતચીતમાં કહ્યું કે તેમણે હાલમાં જ વિરાટ કોહલી પર આ મુદ્દે ચર્ચા કરી છે. હાર્દિક પંડયાએ કહ્યું કે બે દિવસ પહેલા મેં વિરાટ કોહલી સાથે સંવાદ કર્યો જેમાં મેં સવાલ કર્યો કે તમારી સિદ્ધિ પાછળનું કારણ શું છે ?’
જે બાદ વિરાટ કોહલીએ હાર્દિકને સલાહ આપતા કહ્યું કે, કોઈને ધક્કો મારીને નહીં પણ ફક્ત મહેનતથી જ બની શકાય છે અને તે રીતે જ નંબર-૧ બની શકાય છે. તારામાં એટીટ્યુડ બરાબર છે પણ જા તું તારા મનને સતત કહેતો રહે કે મારે નંબર વન બનવાની ભૂખ છે તો તે સાચા માર્ગ પર ચાલીને પ્રાપ્ત થશે.
હાર્દિક પંડયાએ ખેલાડીઓને સફળતાનો મંત્ર આપતા કહ્યું કે, રોહિત શર્મા અને ધોની જેવા ખેલાડીઓ ક્યારેય નંબર -૨ બનવા માંગતા નથી. પણ આ બધા પ્લેયરોની એક ખાસ વાત છે કે તેઓ જા બીજા નંબર આવે તો પણ તેમનો કોઈ વાંધો નથી ઉઠાવતા અને એ જ તેમની મહાનતા છે. પહેલા નંબરે આવવા તેઓ ફરી પાછા પ્રયત્નશીલ બની જાય છે. બેસ્ટ બનવા માટે તમારે મહેનત કરવી પડે છે.’ હાર્દિક પંડયાએ કહ્યું કે જા તમે બોલર છો તો તમારે શ્રેષ્ઠ બનવું જાઈએ અને ટ્રેનિંગ લઇ રહ્યા હોવ તો તેની ઉત્સુકતા હોવી જાઈએ.