ખેલ મહાકુંભ રાજયકક્ષા ટેનીસ રમતની U17 બહેનોની પ્રથમ સેમી ફાઈનલ રમાઈ
ખેલ મહાકુંભ રાજયકક્ષા ટેનીસ રમતની અં-૧૭ બહેનોની પ્રથમ સેમી ફાઈનલ અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય વચ્ચે રમાઇ જેમા અમદાવાદ શહેર ૨-૦ થી વિજેતા થઇ ફાઇનલમાં પ્રવેશ કરેલ હતો.
જ્યારે બીજી સેમી ફાઇનલ વડોદરા શહેર અને સૂરત શહેર વચ્ચે રમાયેલ જેમાં વડોદરા શહેર ૨-૦ થી વિજેતા થઇ ફાઇનલમાં પ્રવેશ કરેલ હતો.
ફાઇનલ ખેલ મહાકુંભ અં-૧૭ બહેનોની રાજ્યકક્ષાની ગોલ્ડ મેડલ માટે અમદાવાદ શહેર અને વડોદરા શહેર વચ્ચે મુકાબલો થયેલ જેમાં અમદાવાદ શહેરે ગોલ્ડ મેડલ મેળવેલ હતો અને વડોદરા શહેરે સિલ્વર મેડલ મેળવેલ હતો. અમદાવાદ શહેરના ગોલ્ડ મેડલ મેળવેલ ખેલાડીઓમાં આરૂષિ રાવલ, પલ ઉપાધ્યાય અને અવની ચિતાલેનો સમાવેશ થાય છે.