ખેલ મહાકુંભ સ્પર્ધામાં સંજેલી કુમાર શાળાના શિક્ષકે જિલ્લામાં દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
જિલ્લા કક્ષાનો ગોધરા કનેલાવ અને તાલુકા કક્ષાનો દેવગઢ બારિયા ખાતે ખેલ મહાકુંભ યોજાયો હતો
સંજેલી: ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભ 2019 માં સંજેલી તાલુકા કુમાર પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમના શિક્ષક સોલંકી અંકિતકુમાર મનુભાઇજિલ્લા કક્ષાએ ગોળાફેંકમાં ભાગ લઇ દ્વિતીય નંબર મેળવ્યો હતો વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો બીજો નંબર મેળવી સંજેલી તાલુકા કુમાર શાળાનું ગૌરવ વધાર્યું હતું
તાલુકા મથકેથી મળતી માહિતી ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2019 જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ પંચમહાલ જિલ્લાના કનેલાવ ખાતે યોજાયો હતો જેમાં સંજેલી તાલુકા પ્રાથમિક શાળાના ઇંગ્લિશની મીડિયાના શિક્ષક સોલંકી રોહિતકુમાર મનુભાઇ ગોળાફેંક સ્પર્ધામાં ભાગ લઇ જિલ્લામાં દ્રિતીય નંબર મેળવ્યો હતો જ્યારે તાલુકા કક્ષાનો પ્રોગ્રામ દેવગઢ બારિયા ખાતે યોજાયો હતો જેમા ગોળા ફેંક લાંબી કુદ કબડ્ડી જેવી સ્પર્ધામાં સંજેલી તાલુકા કુમાર શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઇ તાલુકાના પ્રોગ્રામમાં બીજો નંબર મેળવી સંજેલી તાલુકા સહિત શાળા શાળાનું ગૌરવ વધાર્યું હતું