ખેલ મહાકુંભ 2022 માં આગિયા મોડેલ સ્કૂલનો શાનદાર દેખાવ. 15 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ જશે
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત સાબરકાંઠા જિલ્લાના આગિયા સ્થિત મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 2022માં જિલ્લા કક્ષાએ શાનદાર દેખાવ કર્યો.
હવે તેઓ રાજ્ય કક્ષાએ જશે ખેલ મહાકુંભ 2022માં જિલ્લાકક્ષાની યોગાસન સ્પર્ધા મો શેઠ સી જી મહેતા ઉમેદગઢ ખાતે યોજાઈ. જેમાં આગિયા મોડેલ સ્કૂલ ના 24 વિદ્યાર્થીઓ યોગાસનની અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં થી ૮ વિધાર્થીઓએ પ્રથમ નંબર, ૯ વિદ્યાર્થીઓએ દ્વિતીય અને ચાર વિદ્યાર્થીઓ તૃતિય સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કરેલ છે,
આ શાળાના તમામ વિદ્યાર્થીઓને કુલ ૬૨ હજાર રૂપિયા પુરસ્કાર રૂપે મળેલ છે. તથા 15 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ યોગાસન સ્પર્ધામાં રમવા માટે જશે. શાળાના આચાર્યશ્રી તેમ જ સ્પોર્ટ શિક્ષક શ્રી વિજયસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ એ શાળાનું જિલ્લાનું નામ રોશન કરેલ છે. જિલ્લા પ્રાયોજના વહીવટદાર શ્રી દ્વારા શાળાને રાજ્ય કક્ષાએ પણ વધુ સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.