ખોખરાની સોમનાથ શાળા બહાર વાલીઓનો હોબાળો
(પ્રતિનિધિ) અમદાવાદ,
શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ કામગીરી દરમિયાન શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જય સોમનાથ સ્કુલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના બદલે એલસી આપી દેવામાં આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે અને સવારથી જ શાળાની બહાર વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનના નેતાઓએ હોબાળો મચાવતા વાતાવરણ તંગ બની ગયું હતું ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર આવી પહોચી હતી આ લખાય છે ત્યારે વાલીઓનું એક પ્રતિનિધિ મંડળ શાળા સંચાલકને મળવા ગયુ છે અને બહાર પરિÂસ્થતિ તંગ જાવા મળી રહી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જય સોમનાથ શાળામાં અભ્યાસ કરતા ધો.૧૦ના વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કર્યાં બાદ ૧પ જેટલા વિદ્યાર્થીઓને શાળા સંચાલકે પ્રવેશ આપવાના બદલે લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેતા મામલો ગરમાયો છે છેલ્લા બે દિવસથી આ મુદ્દે ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી પરંતુ શાળા સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી અપાતા આખરે આજે સવારે શાળાની બહાર વિદ્યાર્થીના વાલીઓ એકત્ર થયા હતા આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થી પાંખના નેતાઓને થતાં શાળા સંચાલકની દાદાગીરી સામે વિદ્યાર્થી નેતાઓ પણ શાળાની બહાર પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેની માંગણી સાથે ઉગ્ર દેખાવો કરવા લાગ્યા હતાં શાળાની બહાર ભારે હોબાળો મચી જતાં લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતાં અને પોલીસ પણ આવી પહોંચી હતી. વિદ્યાર્થી નેતાઓએ ઉગ્ર દેખાવો કર્યાં બાદ વાલીઓનું પ્રતિનિધિ મંડળ શાળા સંચાલકને મળવા પહોચ્યુ છે જાકે આ મીટીંગમાં શું નિર્ણય લેવાયો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાથી વાલીઓમાં ભારે રોષ જાવા મળી રહયો છે.