ખોખરામાં બિલ્ડીંગની લિફ્ટમાં ફસાતા યુવાનનું મોત નિપજ્યું

અમદાવાદ, અમદાવાદ શહેરના ખોખરામાં એક ગોજારો અકસ્માત થયો છે. ખોખરા વિસ્તારના અનુપમ સિનેમા સામેના શરણમ-૬માં ૩૦ વર્ષના યુવાન મંજીત યાદવનું લિફટમા ફસાતા કરુણ મોત નીપજીયું છે. નવી આકાર પામેલી શરણમ-૬ના કોમર્શિયલ બિલ્ડીંગમા પહેલા માળે યુવક લીફટમા ફસાયો હતો.
આ ૩૦ વર્ષના યુવકને એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવે તે પહેલા જ તેનુ કરૂણ મોત નીપજીયુ છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જામનગરમાં પણ થોડા દિવસ પહેલા આવી કરૂણ ઘટના સામે આવી હતી. દરેડ વિસ્તારમાં એક યુવક લિફ્ટમાં કલરકામ કરી રહ્યો હતો.
આ દરમિયાન લિફ્ટ ઓચિંતાની ચાલુ થઈ જતા યુવક લિફ્ટ ફસાઈ જતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
જામનગરમાં ઇન્ડસ્ટ્રીઝ શેડ નંબર ૩૪/૨૭ના કારખાનામાં આજે રવિવારે શબ્બીર હુસેનભાઈ સમા નામનો કારિગર લિફ્ટમાં કલર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન લિફ્ટ ઓચિંતાની ચાલુ થઈ જાત કારિગર લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેથી તેનું ઘટનાસ્થળે મોત થયુ હતું.SSS