ખોખરામાં બીમારીથી કંટાળી વૃધ્ધે ગળાફાંસો ખાધો
બાપુનગરમાં યુવકે તળાવમાં ઝંપલાવ્યું : શહેરમાં આત્મહત્યાના પાંચ બનાવ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી આત્મહત્યાના કેસોમાં ચોંકાવનારો વધારો થઈ રહયો છે ગઈકાલે શહેરમાં આત્મહત્યાની પાંચ ઘટનાઓ ઘટી હતી સોલા હાઈકોર્ટ, બાપુનગર, ઓઢવ, ખોખરા અને વટવા જીઆઈડીસીમાં કુલ પ વ્યકિતઓએ આત્મહત્યા કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના થલતેજમાં આવેલા સાતુલ એપાર્ટમેન્ટમાં રહેતા સચિનભાઈ ભરતભાઈ સાગરે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ બપોરના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી પરિવારજનોએ ભારે રોકકળ કરી મુકી હતી આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સચિનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પરિવારજનોની પુછપરછ કરી હતી.
બીજા બનાવ શહેરના બાપુનગર વિસ્તારમાં બન્યો છે જેમાં લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમની પાછળ જમનાનગરની ચાલીમાં રહેતો ર૦ વર્ષનો યુવાન હિતેશભાઈ ચૌહાણે ગઈકાલે સાંજના સમયે લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમના તળાવમાં પડતુ મુકી આત્મહત્યા કરી હતી આ અંગેની જાણ થતાં તરવૈયાઓએ હિતેશ ચૌહાણના મૃતદેહને બહાર કાઢયો હતો અને બાપુનગર પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પરિવારજનોની પુછપરછ કરી હતી
પરંતુ આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું ન હતું. શહેરના ઓઢવ વિસ્તારમાં અમરનગર ગેટ નં.ર માં રહેતા વૃધ્ધ આકાશ ખત્રીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગે ઓઢવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વૃધ્ધની આત્મહત્યાથી પોલીસ અધીકારીઓ પણ ચોંકી ઉઠયા છે શહેરના ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા વિનોદભાઈ પ્રજાપતિ નામના ૭ર વર્ષના વૃધ્ધે બીમારીથી કંટાળીને પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો છે
ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિનોદભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આત્મહત્યાનો પાંચમો બનાવ જશોદાનગર જીઆઈડીસી નજીક બન્યો હતો જેમાં સુભન મીની ડુપ્લેક્ષમાં રહેતા પ્રણવ રાવલ નામના ૩૬ વર્ષના યુવકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યુ હતું આ અંગે વટવા જીઆઈડીસી પોલીસે સ્થળ પર પહોંચી જઈ પ્રણવભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.