ખોખરામાં શાકભાજીના 24 ફેરિયા કોરોના પોઝિટિવ જાહેર થતા નાગરિકોમાં ફફડાટ
12 દર્દી હરિકૃપા છાપરાના રહેવાસી
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના ના વ્યાપ ને રોકવા માટે સુપર સ્પ્રેડર ના સ્ક્રીનીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર નો આ નિર્ણય ઘોડા છૂટી ગયા પછી તબેલા પર તાળા મારવા જેવો છે.
શહેર માં સુપર સ્પ્રેડર ના 222 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ખોખરાં અબર્ન સેન્ટર એક જ દિવસમાં સુપર સ્પ્રેડર ના 24 કેસ પોઝિટિવ જાહેર થતા મનપા માં હડકંપ મચી ગયો છે. પોઝીટીવ જાહેર થનાર તમામ લોકો શાકભાજી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
કોરોના ના વ્યાપ ને નિયંત્રિત કરવામાં મ્યુનિસિપલ કમિશનર નિષ્ફળ સાબિત થયા છે. જેનું તાજું ઉદાહરણ ખોખરા વોર્ડ માં નોંધાયેલા 24 કેસ છે. ખોખરા અબર્ન સેન્ટર ની ટીમે 1લી મે ના રોજ જાહેર કરેલી યાદી મુજબ શાકભાજીના 24 ફેરિયા કોરોના પોઝિટિવ છે. જેમાં 16 પુરૂષ અને 8 મહિલા નો સમાવેશ થાય છે. 24 પૈકી 12 દર્દી હરિકૃપા ના છાપરાં, ધીરજ હાઉસિંગ પાસે રહે છે.
અબર્ન સેન્ટર ના રિપોર્ટ મુજબ 24 પૈકી 3 દર્દી અમરાઇવાડી વોર્ડ ના છે જયારે 21 દર્દી ખોખરા ના છે. જો કે દક્ષિણ ઝોન હેલ્થ વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ ખોખરા વોર્ડ ના માત્ર 4 દર્દી છે જયારે અન્ય દર્દી ભાઈપુરા વોર્ડ ના છે.
સુપર સ્પ્રેડર ના રિપોર્ટ જાહેર થયા બાદ મનપા ના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા તેમજ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી જ્યારે તેમના પરિવાર ને ક્વોરેન્ટાઇ સેન્ટરમાં મોકલવા તજવીજ શરૂ કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુપર સ્પ્રેડર ના સ્ક્રિનિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે તે ખોખરાના ૨૪ પોઝીટીવ જાહેર થયા બાદ નિર્ણય લેવામાં આવે છે શહેરમા કોરોનાના કેસ વધી રહ્યો હોવાથી શાકભાજીના ફેરિયાઓ પર પાંચથી સાત દિવસનો પ્રતિબંધ મૂકી તેમના સંપૂર્ણ ટેસ્ટિંગ કરવા જરૂરી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર સ્ક્રીનીંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે
જેમાં જે તે ફેરિયા ના ટેમ્પરેચર ચકાસણી કરવામાં આવશે નોંધનીય બાબત એ છે કે શહેરમાં કોઇ પણ લક્ષણ વગરના અને કેસ સામે આવ્યા છે આ સંજોગોમાં માત્ર ટેમ્પરેચર ની ચકાસણી અપૂરતી સાબિત થશે તથા તમામ ફેરિયાઓના કોરોના રિપોર્ટ કર્યા બાદ જ તેમને વેપાર કરવાની છૂટ આપવામાં આવે તે શહેરીજનો માટે હિતાવહ છે.