ખોખરા વૉર્ડ કોરોના મુક્ત બને તેવા ઉજળા સંજોગો
અમદાવાદ, શહેરમાં કોરોના કેસ ની સંખ્યા લગભગ સ્થિર થઈ ગઈ છે. ચાલુ મહિના માં એકાદ-બે દિવસ ને બાદ કરતાં શહેર માં દૈનિક 245 થી 275 ની રેન્જ માં કોરોના કેસ નોંધાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ આ બાબત ને તેમની સફળતા માની રહયા છે. જ્યારે વિપક્ષ ઘ્વારા ઓછા સેમ્પલ ના કારણે કેસ વધતા ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રાજ્ય સરકારે લોકડાઉન 4.0 માં ઘણી બધી છુટછાટ આપી છે. સરકારે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ વિસ્તાર ના આધારે વેપાર – ધંધા શરૂ કરવા છૂટ આપી છે.
પરંતુ અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ માં વહેંચણી કરવામાં આવી છે. જેમાં પૂર્વ વિસ્તાર ને નોન કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી ને નિયમો ને આધીન વેપાર – ધંધા માટે પરવાનગી આપવામાં આવી છે. જેની સામે કેટલાક લોકોએ બળાપો વ્યકત કર્યો હતો.
તેમજ પશ્ચિમ માં કેસ વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ નિષ્ણાતો ની આ દહેશત ખોટી સાબિત થઈ છે. અમદાવાદ પશ્ચિમ માં કેસ તો વધ્યા નથી પરંતુ પૂર્વ પટ્ટા નો એક વોર્ડ કોરોનામુક્ત થઈ રહ્યો છે. દક્ષિણ ઝોનનો ખોખરા વોર્ડ અમદાવાદ નો પ્રથમ કોરોનામુક્ત વોર્ડ બને તેવા ઉજળા સંજોગો જોવા મળી રહયા છે.
અમદાવાદ શહેરમાં કોરોના નો પ્રથમ કેસ સેટેલાઇટ વિસ્તારમાં નોંધાયો હતો.
પરંતુમધ્યઝોન માં તેના ખરો આતંક જોવા મળ્યો હતો. મધ્યઝોન ના તમામ વોર્ડમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કોરોના કેસ બહાર આવ્યા છે. જેના કારણે સમગ્ર ઝોન ને રેડઝોન જાહેર કરવાની ફરજ પડી હતી. મધ્યઝોન જેવી જ પરિસ્થિતિ દક્ષિણઝોન માં પણ જોવા મળી હતી.
ઝોન ના બહેરામપુરા , દાણીલીમડા અને મણિનગર વોર્ડ માં પણ કોરોના આતંક જોવા મળ્યો છે. તેમજ આ ત્રણ વોર્ડ ને પણ રેડઝોન જાહેર કરવામાં આવ્યા છે. મણિનગર વૉર્ડ માં 27મી મે સુધી ના રિપોર્ટ મુજબ 499 કેસ કન્ફર્મ થયા છે. જયારે તેને અડી ને આવેલા ખોખરા વોર્ડ ની પરિસ્થિતિ કઈંક અલગ જ છે.
દક્ષિણઝોન ના ખોખરા વૉર્ડ માં કોરોના ના કુલ 88 કેસ નોંધાયા છે. જે પૈકી માત્ર 06 એક્ટિવ કેસ છે. આ 06 કેસ 27મી મે એ નોંધાયા હતા. 26 તારીખે ખોખરા મા માત્ર 02 એક્ટિવ કેસ હતા.બને દર્દીઓ સાજા થઈ જતા તેમને 27 તારીખે રજા આપવામાં આવી હતી. પરંતુ તે જ દિવસે નવા 06 કેસ નોંધાયા હતા.
નોંધનીય બાબત એ છે કે ખોખરા વોર્ડ ની એક બોર્ડર મણિનગર તરફ છે જયારે બીજી બોર્ડર અમરાઇવાડી વોર્ડ તરફ છે. જ્યાં પણ કોરોનાના 268 કેસ નોંધાયા છે.જેની સામે ખોખરા વૉર્ડમાં કોરોના કાબુમાં રહ્યો છે. તેમજ આ જ પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં ખોખરા વૉર્ડ અમદાવાદ નો પ્રથમ કોરોના મુક્ત વૉર્ડ બની શકે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું