ખોટાં દસ્તાવેજાને આધારે કંપની પર કેસ કરી રૂપિયા પડાવવાનો કારણે કરતાં સાત વિરૂદ્ધ ફરીયાદ
અમદાવાદ: નવરંગપુરામાં આવેલી એક કુરીયર કંપનીનાં ખોટાં સિક્કા બનાવીને ૬૦ લાખ રૂપિયા પડાવવાનું કાવતરું કરવાની ફરીયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કંપનીને કોર્ટમાં પોતાની વિરૂદ્ધ કેસ થયાંની જાણ થતાં જ પાર્ટનરો ચોંકી ઊઠ્યા હતાં. જા કે તપાસ કરતાં એક પાર્ટનરની અંગત લેવડ દેવડમાં થયેલી બબાલને લીધે લેણદાર પિતા-પુત્રએ ખોટાં દસ્તાવેજા બનાવી કંપની પાસેથી રૂપિયા પડાવવા કાસો રચ્યો હતો.
બ્રિજેશ-હરીશભાઈ પટેલ (૩૦) સોલા રોડ ખાતે રહે છે અને નવરંગપુરા આશ્રમ રોડ ખાતે સ્ટારપંથ લોજીસ્ટીક નામે ઈન્ટરનેશનલ કુરીયર કંપની ધરાવે છે. તેમની કંપનીમાં ધર્મેશ શાહ, વિહાંગ શાહ તથા કૌશલ વોરા પણ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. કેટલાંક દિવસ અગાઉ પાલડી, મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતાં બળવંત માધુસિંહ ઠાકોર તથા તેમનાં પુત્ર જીગર ઠાકોરે નેશનલ ટ્રીબ્યુનલ કોર્ટમાં તેમની કંપની વિરૂદ્ધ કેસ કર્યાે હતો.
જેની તપાસ કરતાં કંપનીનાં એક ડિરેક્ટર ધર્મેશભાઈએ જીગર તથા બળવંત ઠાકોર સાથે અઢી લાખ રૂપિયાનો અંગત વ્યવહાર હતો. જે અંગે તેમણે કોરા કાગળો ઉપર લખાણ તથા સહીઓ કરી આપી હતી. બાદમાં આ પિતા-પુત્રએ મળીને આ કાગળોનો ઉપયોગ કરી કંપનીનાં ખોટાં સહી સિક્કા કરીને નકલી દસ્તાવેજા ઊભાં કર્યા હતાં અને તેનાં આધારે કોર્ટમાં કેસ કર્યાે હતો. આ હકીકતની જાણ થતાં જ બ્રિજેશભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સહિત કુલ સાત શખ્સો વિરૂદ્ધ નકલી દસ્તાવેજા બનાવી કોર્ટમાં ખોટો કેસ કરવાની ફરીયાદ નોંધાવી છે.