ખોટા દસ્તાવેજાેને આધારે વિઝા મેળવવા જતાં ફરીયાદ

અમદાવાદ: ખોટા દસ્તાવેજાેનો ઉપયોગ કરીને અમેરીકાના વિઝા મેળવવા જતાં ચાર વ્યકિત વિરૂધ્ધ ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ થઈ છે. આ ઘટના અંગેની વિગત એવી છે કે યોગેશકુમાર બાબુલાલ પટેલ (ગોવિંદપુરા, વેદા, કલોલ, ગાંધીનગર) અને તેમના પત્ની રંજનબેન પટેલે યુએસના વિઝીટર વિઝા મેળવવા માટે અરજી કરી હતી જાેકે એમ્બેસી અધિકારીઓને શંકા જતાં તેમણે બંનેની કડક પુછપરછ કરતાં વિઝા ફાઈલમાં મુકેલા જન્મ દાખલા સહીતના કેટલાંક દસ્તાવેજાે ખોટા હોવાનું સ્વીકાર્યુ હતું અને અગાઉ પોતાના ભાઈ તરીકે દર્શાવેલ વ્યક્તિ સાથે પણ કોઈ સંબંધ ન હોવાનું સાબિત થતાં યુએસ એમ્બેસીના અધિકારીઓએ યોગેશભાઈ, રંજનબેન, પરીમલ પટેલ (રાણીપ) તથા સંજય પ્રજાપતિ (કડી, મહેસાણા) વિરુધ્ધ ક્રાઈમબ્રાંચમાં ગુનો નોંધાવ્યો હતો.