Western Times News

Gujarati News

“ખોટો દંડ લો છો” કહી પોલીસ સાથે ઝઘડો કરતાં બે શખ્સો સામે ફરિયાદ

દાણીલીમડાનો બનાવ : વાહન ચાલક પાસે આરસી બુક કે પીયુસી નહોતી : પોલીસે મેમો આપતાં ઉશ્કેરાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં પોલીસ દ્વારા ટ્રાફીક ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે દાણીલીમડા વિસ્તારમાં એક શખ્સ વાહનના દસ્તાવેજાે વગર મળી આવતા પોલીસે તેને મેમો આપ્યો હતો જાેકે તેણે ફોન કરી બોલાવેલા એક શખ્સે ઘટના સ્થળે આવી પોલીસ સાથે ઝઘડો કરતા છેવટે વાહન ચાલક અને તેના સાગરીત સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે ટ્રાફીક પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.જી. માંગરોલીયા દાણીલીમડા ચાર રસ્તા ખાતે પોતાની ફરજ પર હતા એ વખત ચંડોળા તળાવ તરફથી આવેલી એક એક્ટિવાને રોકી ચાલક પાસે દસ્તાવેજ માંગતા તેણે પોતાનું લાયસન્સ બતાવ્યુ હતું જાેકે એક્ટિવાના દસ્તાવેજ કે પીયુસી ન હોવાથી પીએસઆઈ માંગરોળીયાએ મેમો ફાડયો હતો જેથી એક્ટિવા ચાલક ખાજા હકર અંસારી (ઈમરાન ફલેટ પાછળ, છીપા સોસાયટી, દાણીલીમડા)એ પોતાની પાસે રૂપિયા નથી તેમ કહી કોઈને ફોન કરી રૂપિયા મંગાવવાનું કહયું હતું

 

થોડીવારમાં મુનાવર અમીન અંસારી (કેલીકોમીલ, ખાડાવાળી ચાલી, બહેરામપુરા) નામનો એક શખ્સ આવ્યો હતો જેણે “પીયુસીનો દંડ ન હોય તમે ખોટો દંડ લો છો.” કહી પોલીસ સાથે ઝઘડો કરી બુમાબુમ કરી હતી જેને સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં તે ન સમજતાં છેવટે પોલીસે ખાજા હકર તથા મુનાવર અંસારી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.