ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રી માંડવિયાનું સ્વાગત
આજે ભાજપની જન આશિર્વાદ યાત્રાનું રાજકોટમાં સમાપન કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજો કાગવડ ખાતે મા ખોડલના સાંનિધ્યમાં પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ માંડવિયાએ મંદિરમાં ધ્વજા ચડાવી હતી. ત્યારબાદ તેમની રજતતુલા કરવામાં આવી હતી.
આ વેળાએ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ગોવિંદભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથિરીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. માંડવિયા મંદિરમાં પહોંચ્યા એટલે તેમનું સ્વાગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, દિલીપ સંઘાણી સહિતના દ્વારા કરવામાં આવ્યું હતું.