ખોરાક-શરીરની તાસીર કોરોના સંક્રમણ અટકાવવામાં અસરકારક

(પ્રતિનિધિ) અમદાવાદ, છેલ્લા છ-સાત મહિનાથી ટી.વી.ચેનલો, અખબારો તથા વાતચીતમાં કોરોના હોટટોપીક રહ્યો છે. સતત કોરોનાના સમાચારોથી લોકો પણ કંટાળ્યા છે. અને તેથી વિવિધ ચેનલો પર મનોરંજનના કાર્યક્રમો શરૂ થતાં નાગરીકો તેના તરફ વળ્યા છે. જાે કે કોરોનાનું સંક્રમણ પાછુ વધતા રાજય સરકાર જાગૃત થઈ છે અને ઠેર ઠેર યુધ્ધના ધોરણે કોરોના ટેસ્ટીંગની કામગીરી શરૂ કરી દીધી છે. નાગરીકો પણ કોરોનાના ટેસ્ટ કરાવવા ઘરની બહાર નીકળી રહ્યા છે. પરંતુ પાછલા કેટલાંક મહિનાઓથી અવલોકન કરતા એ નજરે પડી રહ્યુ છે કે કોરોનાની સંક્રમણમાં એવાલોકો વધારે સપડાઈ રહ્યા છે કે જેઓ લક્ઝુરીયસ લાઈફ જીવતા હોય છે.
![]() |
![]() |
અને જેમનામાં ઈમ્યુનિટી પાવર (રોગ પ્રતિકારક શક્તિ) ઓછો હોય છે. વળી, અમુક જ્ઞાતિઓમાં કાંદા-લસણ-ડુગળી કે અન્ય ચીજવસ્તુઓ ઓછી ખવાતી હોય છે કે ખાતા નથી હોતા ત્યાં ઈમ્યુનિટી પાવર ઓછો હોવાથી કોરોના સંક્રમણ વધારે જાેવા મળી રહ્યુ છે. તો બીજી તરફ ઝુપડપટ્ટીઓમાં કે રસ્તામાં ખુલ્લામાં જીવતા શ્રમજીવીઓ- મજુરોમાં કોરોના સંક્રમણનુ પ્રમાણ ઓછુ જાેવા મળી રહ્યુ છે. આવા લોકોમાં શરીદી-તાવ-ઓછો જાેવા મળે છે. ખરેખર તો કોરોનાના લક્ષણોમાં શરદી-ખાંસી તાવ મુખ્ય લક્ષણો મનાયછે.
ગુજરાતમાં શરદી-ખાંસી આમ તો સિઝનેબલ વધારે જાેવા મળે છે. પરંતુ કોરોનાને કારણે આ લક્ષણો વધારે સમય જાેવા મળતો હોય તો ટેસ્ટ કરાવવો હિતાવહ છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાની સ્થિતિ મોેટેભાગે પોશ વિસ્તારોમાં વધારે જાેવા મળતી હોય છે. આ એક સામાન્ય વાત છે. સેટેેલાઈટ-વસ્ત્રાપુર, નવરંગપુરા, બોડકદેવ, બોપલ, અંકુર, નારણપુરા, મણીગર, સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધ્યુ છે એ હકીકત છે. જ્યાં હાર્ડવર્ક સાથે સકળાયેલા લોકો રહેતા હોય છે તેમાં કોરોના સંક્રમણનો ફેેલાવો એકંદરે ઓછો જાેવા મળે છે.