ખોવાયેલી પુત્રીને શોધવા માતાએ ભિખ માગવી પડી
કાનપુર, માતાએ કોઈ પણ સ્થિતિમાં તેની ૧૫ વર્ષની દિકરીને શોધવાની હતી. તે રોજ ભીખ માંગતી અને તે સ્ટેશન ઈન્ચાર્જ(એસઆઈ)ની ગાડીમાં ડીઝલ ભરાવી આપતી,
જેણે આ લાંચના બદલામાં પોતાની પુત્રીને શોધવાનો વાયદો કર્યો હતો. એક મહિનો રાહ જાેય બાદ જ્યારે માતાની ધીરજ ખૂટી ગઈ તો માતાએ હવે ડીઆઈજીને રજૂઆત કરી છે.
ઘટના ઉતર પ્રદેશના કાનપુર જિલ્લાના સનિગવાં ગામની છે. અહીં રહેનારી ગુડિયા ધોડીના સહારે ચાલીને ભીખ માંગીને ગુજારો કરે છે. તેની ૧૫ વર્ષની પુત્રી એક મહિનાથી ગુમ છે.
બીજી તરફ તેના દૂરના સગાવહાલાઓ પર તેનુ અપહરણ કરવાનો આરોપ છે. ગુડિયાની પોલીસે ગુમ થવાની ફરીયાદ નોંધી છે. જાેકે જ્યારે પણ તે પોતાની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ બાબતે તપાસ કરવા પોલીસ સ્ટેશન જતી હતી, તેને ધમકાવીને કાઢી મૂકવામાં આવતી હતી.
એક દિવસ એસઆઈ રાજપાલ સિંહે ગુડિયાને તેની દિકરીને શોધવાના બદલામાં ડીઝલ ભરાવી આપવા કહ્યું. તેણે આ વાત માની લીધી, પછીથી આ સિલસિલો ચાલુ થઈ ગયો.
જાેકે જ્યારે તે પોતાની દિકરીને શોધી આપવાની વાત કરતી તો સ્ટેશન ઈન્ચાર્જ તેને વાયદોઓ કરતા હતા. મજબૂરીમાં તેણે ડીઆઈજી ડોક્ટર પ્રતિંદર સિંહને આ અંગે રજૂઆત કરી હતી.
ગુડિયાનો આરોપ છે કે તેણે ભીખ માંગીને અત્યાર સુધીમાં ૧૦થી ૧૨ હજારનું ડીઝલ ગાડીમાં ભરાવડાવ્યું છે. ગુડિયાનું કહેવું છે કે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસ સુધી ફરિયાદ કરવા ગઈ હતી. જાેકે તેની ફરિયાદને ત્યાં કોઈએ સાંભળી નહિ.
હવે ડીઆઈજીએ એસઆઈને અટેચ કરી દીધા છે. આ મામલાની વિભાગીય તપાસ ચાલી રહી છે. છોકરીની શોધખોળ માટે ચાર ટીમ બનાવવામાં આવી છે.SSS