ખ્રિસ્તી ધર્મ ન અપનાવવા બદલ મહિલાની સગીર પુત્રી પર બળાત્કાર

ગુમલા, ઝારખંડના ગુમલા જિલ્લાના કુર્સ્ક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ખ્રિસ્તી ધર્મ અપનાવનારી એક મહિલા પર ગુંડાઓએ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ એવા લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે, જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે.
પીડિત પક્ષે આરોપ લગાવ્યો છે કે, તેમના પર સતત ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.સતત દબાણ કર્યા બાદ પણ જ્યારે પરિવાર ઝુક્યો નહીં, ત્યારે આરોપીએ મહિલાની સગીર પુત્રી પર બળાત્કાર કર્યો હતો. મહિલાના નિવેદન બાદ પોલીસે પોક્સો એક્ટ સહિત આઈપીસીની અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પીડિત સગીર બાળકીની માતા આરોગ્ય કર્મચારી છે.
રિપોર્ટ અનુસાર મહિલા આરોગ્ય કર્મચારીએ ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, ગામના કેટલાક લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે તેના પરિવારના સભ્યોને સતત હેરાન પરેશાન કરી રહ્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે, ગામમાં રહેતા ખ્રિસ્તીઓ દ્વારા તેની પુત્રી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તે આઘાતમાં છે.
આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ આ મામલાની તપાસ કરી રહ્યા છે. મહિલાનો આરોપ છે કે, આરોપી ૧૪ ઓગસ્ટના રોજ તેના ઘરે આરોપીઓ આવ્યા હતા અને તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહ્યું હતું, પરંતુ મહિલાએ ના પાડી દીધી હતી. આ પછી મહિલાને આ મુદ્દે ગ્રામજનો સાથે વિવાદ થયો હતો.
આ દરમિયાન કેટલાક આરોપીઓ હિંસક બન્યા અને તેની ૧૬ વર્ષની પુત્રી પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, આરોપીઓનું કહેવું છે કે, તેની પુત્રી સાથે લગ્ન કર્યા બાદ તે ખ્રિસ્તી ધર્મ અપનાવી લેશે. આ સાથે આરોપ છે કે, આ દરમિયાન બદમાશોએ પીડિતના ઘરમાં ધાર્મિક ધ્વજ પણ ફરકાવ્યો હતો. હવે પોલીસ આ મામલાની તપાસમાં જાેડાઇ ગઇ છે.HS