ગંગામાં વહેતા લાકડાના બોક્સમાંથી બાળકી મળી
રડવાનો અવાજ આવતા નાવિકે બોક્સ ખોલ્યું, દેવી-દેવતાની તસવીરો વચ્ચે બાળકી ચુંદડીમાં વીંટાળેલી હતી
ગાજીપુર: ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં ગંગા નદીમાં વહી રહેલા એક લાકડાના બોક્સમાં ૨૧ દિવસની માસૂમ બાળકી મળી આવી છે. ગાજીપુરમાં દદરી ઘાટના કિનારે ગંગામાં વહી રહેલા બોક્સમાંથી બાળકીના રડવાનો અવાજ સાંભળીને જ્યારે નાવિકે તેને ખોલ્યું તો તેની આંખો પહોળી થઈ ગઈ. બોક્સમાં દેવી-દેવતાઓની તસવીરો અને જન્મકુંડળની સાથે એક માસૂમ બાળકી ચુંદડીમાં વીંટાળેલી હતી. ત્યારબાદ પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી. પોલીસે બાળકીને આશા જ્યોતિ કેન્દ્ર મોકલી આપી છે અને તપાસમાં લાગી ગઈ છે. મળતી માહિતી મુજબ, દદરી ઘાટ પર ગંગા નદીના કિનારે એક લાકડાનું બોક્સમાંથી એક નાવિકને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો.
નાવિકે પાસે જઈને જાેયું તો લાકડાના બોકસની અંદરથી કોઈ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યાં સુધીમાં ઘાટ પર હાજર લોકો પણ ત્યાં એકત્રિત થઈ ગયા. લોકોએ લાકડાનું બોક્સ ખોલ્યું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. લાકડાના બોક્સમાં એક માસૂક બાળકી હતી, જે રડી રહી હતી. આશ્ચર્યની વાત એ હતી કે બોક્સમાં દેવી-દેવતાઓની તસવીરો લાગેલી હતી અને એક જન્મકુંડળી પણ હતી, જે કદાચ બાળકીની જ હોય. જન્મકુંડળીમાં બાળકીનું નામ ગંગા લખ્યું છે.
લાકડાના બોક્સમાંથી મળી આવેલી માસૂક બાળકીને નાવિક પોતાના ઘરે લઈ ગયો. તેના પરિવારના સભ્યોએ બાળકીને ઉછેરવા માંગતા હતા, પરંતુ સ્થાનિક લોકોએ મામલાની જાણ પોલીસને કરી. માસૂમ બાળકી મળી આવી હોવાની માહિતી મળતાં જ પોલીસ ટીમ નાવિકના ઘરે પહોંચી અને બાળકીને આશા જ્યોતિ કેન્દ્ર લઈ ગઈ, જ્યાં બાળકીનું પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે. માસૂમ બાળકી સંપૂર્ણ પણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાની માહિતી મળી છે. હાલ સમગ્ર જિલ્લામાં લાકડાના બોક્સમાંથી મળી આવેલી બાળકી વિશે જ ચર્ચા ચાલી રહી છે.