ગંગામાં વહેતી લાશ મુદ્દે યુપી – બિહાર સરકારને નોટીસ

Files Photo
નવીદિલ્હી: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદીના કિનારા પર મતદેહ મળવાના ફરીયાદ સામે આવ્યા બાદ ગુરુવારે કેન્દ્રીય જળ મંત્રાલય અને બન્ને રાજ્યની સરકારને નોટિસ પાઠવી છે. આયોગએ નિવેદનમાં જણાવ્યું છે કે એનએચઆરસીએ બન્ને રાજ્યોના મુખ્ય સચિવ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સચિવને આજે નોટિસ પાઠવીને ચાર અઠવાડિયામાં રિપોર્ટ સબમીટ કરવાનો આદેશ પણ આપ્યો છે.
સ્થાનિક અધિકારીઓ લોકોને જાગૃત કરવામાં અસફળઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે નરહી વિસ્તારના ઉજિયાર, કુલ્હડિયા અને ભરૌલી ઘાટ પર ઓછામાં ઓછા ૫૨ મૃતદેહ સામે મળી આવ્યા છે. આવી જ રીતે બિહારમાંથી પણ તરતા મૃતદેહ મળી આવ્યા હતાં. નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્થાનિક અધિકારીઓ લોકોને જાગૃત કરવામાં અને ગંગા નદીમાં મૃતદેહ પ્રવાહિત કરતા રોકવામાં અસફળ થયા છે.