ગંગા કિનારે ફૂલ વેચતા યુવકે ૧૦૦થી વધુ લોકોને બચાવ્યા

મુઝફ્ફરનગર: શ્રવણ કુમારે ૧૨ વર્ષની વયે પ્રથમ વખક કૂદકો મારીને એક વ્યક્તિને ગંગા નદીમાં ડૂબતો બચાવ્યો હતો. આ ઘટનાને ૧૦ વર્ષ થઈ ગયા છે અને અત્યાર સુધી તેણે ઘણા બધા લોકોને ગંગામાં ડૂબતા બચાવ્યા છે. આમાંથી ઘણા લોકો અકસ્માતે નદીમાં પડી ગયા હતા તો ઘણા લોકો ઈરાદાપૂર્વક ડૂબવા માટે પડ્યા હતા. પરંતુ તમામ લોકોએ બાદમાં તેનો આભાર માન્યો હતો. હાલમાં શ્રવણ ૨૨ વર્ષનો છે અને મુઝફ્ફરનગરના શુક્રતાલ ઘાટ પર ફૂલો અને પ્રસાદ વેચે છે. આ ઘાટ શ્રદ્ધાળુઓમાં ઘણો જાણીતો છે.
શ્રવણના પિતા બીમાર રહેતા હોવાથી પરિવારને આર્થિક મદદ કરવા માટે તેણે આઠ વર્ષની વયે જ સ્કૂલ છોડી દીધી હતી.
ઘાટ પર બેસીને શ્રવણે પોતાની પ્રથમ ડૂબકીને યાદ કરી હતી. તેણે કહ્યું હતું કે તે ઘણો યાદગાર અનુભવ રહ્યો હતો. તે દિવસે તે વ્યક્તિ ડૂબી ગયો હોત. શ્રવણના પિતા બીમાર રહેતા હોવાથી પરિવારને આર્થિક મદદ કરવા માટે તેણે આઠ વર્ષની વયે જ સ્કૂલ છોડી દીધી હતી. ફૂલો અને પ્રસાદ વહેંચવો તે શ્રવણની આવકના મુખ્ય સ્ત્રોત છે પરંતુ તેની આંખો અને કાન હંમેશા નદી તરફ જ હોય છે.
હું આત્મહત્યાના પ્રયાસ અને અકસ્માતે પડી ગયેલા લોકોને બચાવી શકું છું.
તેણે કહ્યું હતું કે, અહીં સમય ઘણો જ મહત્વનો છે. એક સેકન્ડનો વિલંબ પણ મોટી મુશ્કેલી સર્જી શકે છે. મારા અનુભવના આધારે કહું તો હું આત્મહત્યાના પ્રયાસ અને અકસ્માતે પડી ગયેલા લોકોને બચાવી શકું છું. જોકે, શ્રવણને એક વાતનો અફસોસ છે કે તેણે નદીમાં લોકોના જીવ બચાવવામાં તાજેતરમાં પોતાના બે મોબાઈલ ગુમાવી દીધા છે.
તેણે કહ્યું હતું કે કોઈનો જીવ બચાવવા જતી વખતે તેની પાસે ખિસ્સામાંથી મોબાઈલ કાઢવાનો પણ સમય હોતો નથી. જોકે ફક્ત મોબાઈલ જ નહીં ઘણી વખત પ્રસાદ પણ જતો રહે છે.
લોકોના જીવ બચાવીને શ્રવણને ઘણો સંતોષ થાય છે. તેણે કહ્યું હતું કે હું નસીબદાર છું
અહીં વાંદરાઓનો ત્રાસ છે અને તેઓ પ્રસાદ લઈ જવાની જ રાહ જોઈને બેઠા હોય છે. પરંતુ આવા નુકસાન છતાં લોકોના જીવ બચાવીને શ્રવણને ઘણો સંતોષ થાય છે. તેણે કહ્યું હતું કે હું નસીબદાર છું કે ભગવાન મને આ સ્થાને લાવ્યા છે.
શ્રવણ જેમના જીવ બચાવે છે તેમાંથી ઘણા લોકો તેનો આભાર માને છે. તેમાંથી બે લોકો તો નિયમિત રીતે તેને મળવા પણ આવે છે. જોકે, શ્રવણ ક્યારેય જીવ બચાવ્યાના બદલામાં રૂપિયા કે અન્ય કોઈ માંગણી કરતો નથી. મેં મોતને ઘણા નજીકથી જોયું છે.
એક ૧૫ વર્ષનો છોકરો નદીમાં પડી ગયો હતો. મને તેના સુધી પહોંચવામાં થોડો સમય લાગ્યો હતો.
સાત વર્ષ અગાઉ એક ૧૫ વર્ષનો છોકરો નદીમાં પડી ગયો હતો. મને તેના સુધી પહોંચવામાં થોડો સમય લાગ્યો હતો. હું ઘણો ઊંડો ગયો ત્યારે મને તે જોવા મળ્યો હતો.
જે રીતે માછલી પાણીમાંથી બહાર આવ્યા બાદ કેવી રીતે તરફડે છે તે રીતે તે પાણીની અંદર તરફડી રહ્યો હતો. તેની આંખો ખુલ્લી હતી. તે તેના જીવનની અંતિમ ક્ષણો હતી. જોકે, હું તેને બહાર લાવ્યો હતો.
તેને સાજો કરવામાં અડધો કલાક જેટલો સમય થયો હતો, પરંતુ તે બચી ગયો. તે મને દર વર્ષે મળવા માટે આગ્રાથી અહીં આવે છે, તેમ તેણે કહ્યું હતું. તેણે જણાવ્યું હતું કે નદીનું આકલન કરી શકાય નહીં. સામાન્ય રીતે ઉપરથી તે શાંત લાગે છે પરંતુ નીચે પ્રવાહ ઘણો ઝડપી હોય છે.