ગંગા ઘાટના કિનારે મળી લાશ
કેસની તપાસ દરમિયાન વહિવટી તંત્રએ કહ્યું હતું કે આ તમામ લાશ ઉત્તર પ્રદેશમાંથી વહીને બિહારની સીમામાં આવી છે.
એકસાથે ચાર લોકોની લાશ મળી આવતાં ખળભળાટ.
નવી દિલ્હી,બક્સરમાં ફરી એકાવાર માનવતાને શર્મસાર કરી દેનાર તસવીર સામે આવી છે. બિહારના બક્સરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક્સાથે ૪ લોકોની લાશ મળી આવી છે. ગુરૂવારે સવારે બાબા ઘાટ પાસે લાશો ગંગાના કિનારેથી મળી આવી છે. એકસાથે ૪ લોકોની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક લોકોએ લાશ મળી હોવાની સૂચના પોલીસને આપી હતી.
સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ અને કેસની તપાસમાં લાગી ગઇ હતી. જાેકે આ લાશ કોની અને ક્યાંથી ગંગા નદીમાં આવી તે પ્રશ્નનો જવાબ હાલમાં કોઇ પાસે નથી. તમને જણાવી દઇએ કે આ પહેલાં કોરોનાકાળમાં બક્સર ચર્ચામાં આવ્યું હતું જ્યારે ચૌસાના સ્મશાન ઘાટ પાસે હજારો લાશ ગંગામાં એક્સાથે વહેતી મળી આવી હતી.
તમને જણાવી દઇએ કે તે દરમિયાન પણ વહિવટીતંત્રએ જીવ તાળવે ચોંટી ગયો હતો. ત્યારબાદ જિલ્લા વહિવટીતંત્રએ ઉતાવળમાં તમામ લાશોને જમીનમાં દફનાવી દીધી હતી. આ કેસની તપાસ દરમિયાન વહિવટી તંત્રએ કહ્યું હતું કે આ તમામ લાશ ઉત્તર પ્રદેશમાંથી વહીને બિહારની સીમામાં આવી છે. એવામાં ફરી એકવાર બક્સરના નાથ બાબા ઘાટ પાસે ગંગા કિનારે એકસાથે ૪ લાશ મળ્યા બાદ શહેરમાં હડકંપ મચી ગયો છે. તો બીજી તરફ ગંગા સ્વચ્છતા અભિયાન પર સવાલ ઉદભવી રહ્યા છે. જાેકે વહિવટીતંત્ર આ કેસમાં તપાસની વાત તો કહી રહ્યું છે પરંતુ આ લાશ કોની છે અને ક્યાંથી આવી છે તેના પર કંઇપણ ખુલીને બોલવા માટે તૈયાર નથી.sss