ગંગુબાઈના ગીતના તાલે રણવીર સિંહ ખૂબ નાચ્યો

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડીનું પ્રમોશન કરી રહી છે. શનિવારે આલિયા ભટ્ટ ફિલ્મના પ્રમોશન માટે મુંબઈના એક સ્ટુડિયોમાં પહોંચી હતી. જ્યાં તેને ‘ગલીબોય’ ફિલ્મના કો-એક્ટર રણવીર સિંહનો સાથ મળ્યો હતો.
રણવીર અને આલિયાએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના પહેલા ગીત ઢોલિડા પર ડાન્સ કર્યો હતો. પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટ વ્હાઈટ અને પિંક રંગની ફ્લોરલ સાાડીમાં જાેવા મળી હતી. રણવીર સિંહ વ્હાઈટ ટી-શર્ટ અને ડેનિમમાં જાેવા મળ્યો હતો.
રણવીરના લૂકમાં તેની પોનીટેલે ધ્યાન ખેંચ્યું હતું. પ્રમોશન દરમિયાન ‘ઢોલિડા’ ગીતનું મ્યૂઝિક વાગતું હતું ત્યારે રણવીર ગીતના આલિયાના અંદાજને કોપી કરતો દેખાયો હતો. મ્યૂઝિક આગળ વધતું ગયું તેમ રણવીર ગીત પર ડાન્સ કરતો ગયો બાદમાં આલિયા પણ તેની સાથે જાેડાઈ હતી અને બંનેએ ગીતનો હૂકસ્ટેપ કર્યો હતો. જે બાદ બંનેએ એકબીજાને આલિંગન આપ્યું હતું અને રણવીર ત્યાંથી જતો રહ્યો હતો.
આલિયાએ ફ્લાઈંગ કિસ આપીને રણવીરને વિદાય આપી હતી. આલિયાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં આ વિડીયો શેર કર્યા છે. વિડીયો સાથે આલિયાએ લખ્યું, “જુઓ કોણે પોતાની હાજરીથી અમને ધન્ય કર્યા. ઢોલિડા પર ડાન્સ કરતાં રણવીર અને આલિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સને પણ ખૂબ પસંદ આવ્યો છે. ઢોલિડા ગીતમાં આલિયા ભટ્ટ ગરબા કરતી જાેવા મળે છે.
ગીતમાં ‘ગંગુબાઈ’ સફેદ સાડીમાં કમાઠીપુરાના અન્ય રહેવાસીઓ સાથે ઢોલના તાલે ગરબા કરતી જાેવા મળે છે. આ ગીત ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ કમ્પોઝ કર્યું છે અને કોરિયોગ્રાફી ક્રૃતિ મહેશની છે. જ્યારે જ્હાન્વી શ્રીમાંકર અને સાહિલ હાડાએ કુમારે લખેલું ઢોલિડા ગીત ગાયું છે. ગંગુબાઈ કાઠિયાવાડી’ આલિયા ભટ્ટની સંજય લીલા ભણસાલી સાથેની પહેલી ફિલ્મ છે. જ્યારે રણવીર સિંહે સંજય લીલા ભણસાલી સાથે ગોલિયોં કી રાસલીલા- રામલીલા, ‘બાજીરાવ મસ્તાની’ અને પદ્માવત એમ ત્રણ ફિલ્મો કરી છે.SSS