Western Times News

Gujarati News

ગંગુબાઈમાં વિજય રાજના પાત્ર સામે ઉઠી રહ્યા હતા સવાલ

મુંબઇ, આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીનું જ્યારથી ટ્રેલર આવ્યું છે, ત્યારથી તેને લઈને કંઈને કંઈ વિવાદ સામે આવી રહ્યો છે. પહેલા ગંગુબાઈનો પરિવાર આ ફિલ્મની કહાની સામે વાંધો ઉઠાવી રહ્યો હતો, તે પછી વિજય રાજના ટ્રાન્સવુમનના પાત્ર અંગે સવાલ ઉઠી રહ્યા હતા. ઘણા લોકો તેના પાત્રની ટીકા કરી રહ્યા હતા. જેના પર હવે આલિયા ભટ્ટે ખુલીને વાત કરી છે અને એ રોલ પાછળનું કારણ જણાવ્યું છે. સાથે જ તેણે પોતાના પાત્ર અંગે પણ કેટલીક વાતો કરી છે. હકીકતમાં વિજય રાજ ફિલ્મમાં રઝિયા બાઈનું પાત્ર ભજવી રહ્યો છે.

ટ્રેલર સામે આવ્યા પછી લોકોએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું કે, એક ટ્રાન્સ મહિલાને આ રોલ માટે કેમ ન લેવાઈ. તેમનું કહેવું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં પહેલેથી જ ટ્રાન્સપર્સન અને હોમેસેક્સુઅલ એક્ટર્સ માટે તકનો અભાવ છે.

હવે તેને લઈને એક ઈન્ટર્વ્યુમાં આલિયાને સવાલ કરાયો હતો. તેના પર એક્ટ્રેસે કહ્યું કે, કોઈ રોલમાં કોને કાસ્ટ કરવો, તે ડાયરેક્ટરનો દ્રષ્ટિકોણ હોય છે.

આલિયાએ કહ્યું કે, મેં આ વાત ઘણી વખત અલગ-અલગ ફિલ્મો માટે સાંભળી છે. જ્યારે કે હું સમજું છું કે ત રોલ ક્યાંથી આવી રહ્યો છે, એ બધું ડાયરેક્ટર પર છે. તેમનો દ્રષ્ટિકોણ છે. તે કોઈને દુઃખ પહોંચાડવા માટે નથી. બની શકે કે આ રોલ માટે ડાયરેક્ટરને વિજય રાજ વધુ યોગ્ય લાગ્યા હોય. જે પુરુષ હોય અને ટ્રાન્સ કેરેક્ટર પ્લે કરે.

હકીકતમાં દર્શકોએ ક્યારેય તેમને એ રીતે નથી જાેયા. તે એક એક્ટરને જુએ છે, તેમની અંદર આવતા ફેરફારને જુએ છે. મને લાગે છે કે, આ સારો દ્રષ્ટિકોણ છે, પરંતુ હું સમજું છું કે આ લોકો ક્યાંથી આવી રહ્યા છે.

ફિલ્મમાં આલિયાએ પોતાના પાત્ર વિશે કહ્યું કે, એવું નથી કે આપણા સિનેમાં પહેલા ક્યારેય સેક્સ વર્કર નથી રહી. આ વધારે કોમર્શિયલ સબ્જેક્ટ નથી, પરંતુ આ વિષય પર ફિલ્મો બની ચૂકી છે. મારું માનવું છે કે, જાે તમે દર્શકોને એ સારું પાત્ર આપો, જ્યાંથી તે આવે છે કે પછી જે તે છે, તે થોડું અજબ થઈ જાય છે.

હું તેના માટે બિલકુલ સંતુષ્ટ ન હતી. આ ફિલ્મનું જે સેન્ટર હતું, તે સામાજિક રીતે ઘણું મજબૂત હતું. આ એક અંડરડોગ સ્ટોરી છે, તે એક સંઘર્ષની કહાની છે. તમે ક્યાંથી આવો છો, મને લાગે છે કે, આ કહાનીથી બધા પોતાને કનેક્ટ કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.