ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા નહોતી પહેલી પસંદ
મુંબઇ, બોલિવુડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલીની બિગ બજેટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે ગંગુબાઈનું દમદાર પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં આલિયા ઉપરાંત જીમ સરભ અને શાન્તનુ મહેશ્વરી પણ મહત્વના રોલમાં છે.
પરંતુ મીડિયા રિપોર્ટનું માનીએ તો આ ફિલ્મ માટે આલિયા, જીમ અને શાન્તનુ સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ નહોતા. આ રોલ પહેલા બીજા એક્ટર્સને ઓફર થયા હતા પરંતુ કોઈ કારણોસર તેઓ હા ન પાડી શક્યા. દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની બ્લોક બસ્ટર મૂવીઝ જેવી કે રામલીલા, પદ્માવત, બાજીરાવ મસ્તાનીમાં અભિનય કર્યો છે. ૨૦૧૯માં દીપિકા સંજય લીલા ભણસાલીની ઓફિસની બહાર જાેવા મળી હતી.
ત્યારે અફવા ઉડી હતી કે દીપિકા અને આલિયા સ્ક્રીન શેર કરશે અથવા તો તે સંપૂર્ણપણે ફિલ્મનો ભાગ હોઈ શકે છે. જાેકે, હવે ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ ગઈ છે ત્યારે હકીકત સૌની સામે છે. ગંગુબાઈના રોલ માટે રાની મુખર્જી પણ ભણસાલીની પંસદ હતી.
રિપોર્ટ્સનું માનીએ તો, ફિલ્મનું કાસ્ટિંગ ચાલતું હતું એ સમયે રાનીનો વિચાર ભણસાલીને આવ્યો હતો. રાની અને ભણસાલીએ ૨૦૦૫માં ફિલ્મ ‘બ્લેક’માં સાથે કામ કર્યું હતું.
જાેકે, રાનીને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે મનાવવાનું સંભવ ના લાગતાં ભણસાલીએ પ્રિયંકા ચોપરાનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. ચર્ચા છે કે, ગંગુબાઈના રોલ માટે પ્રિયંકા ચોપડાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અફવા એટલી ઉડી હતી કે, પ્રિયંકાએ સ્પષ્ટતા કરવી પ઼ડી હતી. તેણે મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “આ વાતો ક્યાંથી ઉડી છે મને અંદાજાે નથી. મેં કોઈ હિન્દી ફિલ્મ સાઈન નથી કરી કારણકે હું અમેરિકામાં બે ફિલ્મો કરી રહી છું અને આવતા વર્ષે વધુ એક કરીશ. મારો સંપૂર્ણ સમય હાલ આમાં જ સમર્પિત છે.
મીડિયા રિપોર્ટનું માનીએ તો ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં જે રોલ શાન્તનુ મહેશ્વરીએ ભજવ્યો છે તે ટીવી એક્ટર પાર્થ સમથાનને ઓફર થયો હતો. એ સમયે ખાસ્સી ચર્ચા પણ હતી કે પાર્થ આલિયા ભટ્ટ સાથે બોલિવુડ ડેબ્યૂ કરવાનો છે.
પરંતુ થોડા દિવસોમાં જ ચર્ચાનો અંત આવ્યો હતો અને કન્ફર્મ થયું હતું કે પાર્થ આ રોલ નથી કરવાનો. એક્ટર જીમ સરભે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં મહત્વના રોલમાં છે. તે એવા પત્રકારના રોલમાં છે જે ગંગુબાઈની લડાઈમાં તેનો સાથ આપે છે. કહેવાઈ રહ્યું છે કે, પહેલા આ રોલ નવાઝુદ્દીન સિદ્દીકીને ઓફર થયો હતો પરંતુ ડેટની સમસ્યાને કારણે તે કામ ના કરી શક્યો.SSS